ટેલીનાં કોર્સનાં નામે 5 હજાર રૂપિયા ઉઘરાવી લીધા
2019 પછી છાત્રોને પ્રમાણપત્ર કે સર્ટી. ન આપી હેરાન કર્યા
યુપીનાં કાનપુરનાં નામે જૂનાગઢમાં કોમ્પ્યૂટર ક્લાસિસ ચલાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જોષીપરામાં કાનપુરની સંસ્થાનાં નામે કોમ્પ્યૂટર કલાસીસ શરૂ કરી વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યાં છે. ટેલી જીએસટીનાં કોર્ષનાં નામે છાત્રો પાસેથી 5-પ હજાર રૂપિયા ઉધારાવી લીધા બાદ પ્રમાણપત્ર કે સર્ટી આપવામાં આવ્યાં નથી. છાત્રો ફોન કરે તો ટુંક સમયમાં મળી જશે તેવા બહાના આપવામાં આવી રહ્યાં છે. મેંદરડાની એક છાત્રા પાસેથી 2019માં પાંચ હાજર રૂપિયા લીધા બાદ આજ સુધી પ્રમાણપત્ર કે સર્ટી આપવામાં આવ્યાં નથી.
- Advertisement -
શિક્ષણનો વ્યાપ વધતા કલાસીસો પણ વધી ગયા છે. મોટોભાગનાં કલાસીસમાં લોભામણી જાહેરાતોનાં કારણે લોકો છેતરાઇ રહ્યાં છે. તેમા પણ કોમ્પ્યૂટર ક્લાસિસમાં મોટી ફી લીધા પછી પણ શિક્ષણ આપવામાં આવતુ નથી અને સર્ટી આપવામાં પણ ઠાગાઠૈયા કરે છે અને હજારો રૂપિયાની ફી ઓળવી જાય છે. આવો જ કિસ્સો જૂનાગઢમાં બન્યો છે. ઉત્તરપ્રદેશનાં કાનુપરની ડો. આંબેડકર કોમ્પ્યૂટર સાક્ષરતા મિશનની ઓફીસ જૂનાગઢનાં જોષીપરામાં આવેલી છે. અહીં વિદ્યાર્થીઓને કોમ્પ્યૂટરને લગતા જુદાજુદા કોર્ષ કરાવવામાં આવે છે.તેના માટે પાંચ હજાર રૂપિયા ફી લેવામાં આવે છે. જૂનાગઢનાં કોમ્પ્યૂટર ક્લાસિસમાં ફી લીધા બાદ સંચાલકોએ હાથ ઉંચા કરી દીધા છે. છાત્રોને પ્રમાણપત્ર કે સર્ટી આપવામાં આવ્યાં નથી. જૂનાગઢનાં ક્લાસિસમાં ટેલી જીએસટીનાં કોર્ષ માટે છાત્રોએ પાંચ હાજર ફી ભરી હતી. બે વર્ષ પછી પણ છાત્રોને સર્ટી આપવામાં આવ્યાં નથી.કલાસીસનાં સંચાલકો દ્વારા છાત્રો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. મેંદરડાની એક છાત્રાએ વર્ષ 2019માં ટેલી જીએસટીનાં કોર્ષ માટે અહીં પાંચ હજાર રૂપિયા ફી ભરી હતી. આજ સુધી પ્રમાણપત્ર કે સર્ટી આપવામાં આવ્યાં નથી. નિકુંજભાઇ નામનાં વ્યકિતને ફોન કરે તો બે દિવસમાં મળી જશે. અથવા ટુંક સમયમાં મળી જશે તેવા બહાના બતાવવામાં આવી રહ્યાં છે.મેંદરડાની બે છાત્રાઓ સાથે આ પ્રકારનું બન્યું છે.
જૂનાગઢનાં કલાસીસની યોગ્ય તપાસ કરવામાં આવે તો અન્ય વિદ્યાર્થીઓનાં નામ પણ સામે આવે તેમ છે. તેમજ આ સંસ્થાની ખરાઇ કરવાની જરૂર છે. મેંદરડાની છાત્રાનાં વાલીએ કહ્યું હતું કે, અનેક વખત ફોન કર્યા છે. પરંતુ હજુ સુધી સર્ટી કે પ્રમાણપત્ર આપવામાં આવ્યાં નથી. દર વખતે કોઇને કોઇ બહાના બતાવે છે. અને આધાર માંગ્યા રાખે છે. નિકુંજ નામનાં વ્યક્તિને ફોન કરીએ છીએ. છતા કોઇ યોગ્ય જવાબ મળતો નથી. પાંચ હજાર રૂપિયા ફી લેવામાં આવી હતી.
બે વર્ષથી યોગ્ય જવાબ ન મળતાં છેતરાયાનો અહેસાસ
જૂનાગઢનાં કલાસીસમાં બે વર્ષથી યોગ્ય જવાબ મળી રહ્યો નથી. તેમજ કોર્ષનાં કોઇ પ્રમાણપત્ર કે સર્ટી આપવામાં આવ્યાં નથી. હવે છાત્રો અને વાલીઓને છેતરાયાનો અફેસાસ થઇ રહ્યો છે. તેમજ યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે.
બોગસ સંસ્થા છે? તેવા સવાલ ઉઠ્યાં
- Advertisement -
સમગ્ર રાજ્યમાં અનેક કિસ્સા સામે આવ્યાં છે કે બહારની શૈક્ષિણક સંસ્થાઓ ખોટા સર્ટિફિકેટ આપી રૂપિયા પડાવી લે છે. ત્યારે આ સંસ્થા તરફથી યોગ્ય પ્રત્યુત્તર ન મળતા લોકોમાં સવાલ ઉઠ્યાં છે કે આ સંસ્થા બોગસ તો નથી ને ? આવી સંસ્થાની યોગ્ય ખરાઇ કરવાની જરૂર છે.