ડીઆરડીઓ નિર્મિત વિમાનની ઓડિશામાં પહેલી ઉડાન
માનવરહિત લડાકુ વિમાન બનાવવામાં વપરાયેલા તમામ પાર્ટ્સ સ્વદેશી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ બનાવેલા દેશના પ્રથમ માનવ રહિત લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ થયું છે.
ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વિજ્ઞાાનિકોને દેશના પ્રથમ માનવ રહિત લડાકુ વિમાન બનાવવામાં સફળતા મળી છે. ડીઆરડીઓએ પ્રથમ માનવ રહિત લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ કર્યું હતું અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
આ વિડિયો વાયરલ થયો હતો. લોકોએ સોશિયલ મીડિયામાં ડીઆરડીઓના સંશોધકોની આ સિદ્ધિને બિરદાવી હતી.
બેંગ્લુરુ સ્થિત રિસર્ચ લેબ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટના સંશોધકોએ આ માનવ રહિત લડાકુ વિમાનની ડિઝાઈન બનાવી હતી.
- Advertisement -
એમાં વપરાયેલા પાર્ટ્સનું નિર્માણ પણ સ્વદેશમાં થયું હતું એ ડીઆરડીઓની અને ભારતીય ડિફેન્સની મહત્વની સિદ્ધિ ગણાવાઈ રહી છે. આના કારણે ભારતીય સંરક્ષણ ક્ષેત્ર વધારે આત્મનિર્ભર બનશે. ઓડિશાના ચાંદીપુર સ્થિત પરીક્ષણ સ્થળેથી માનવ રહિત લડાકુ વિમાને ઉડાન ભરી હતી. પરીક્ષણનું મોનિટરિંગ આઈટીઆર દ્વારા તૈનાત રડાર ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટાર્ગેટિંગ સિસ્ટમથી થયું હતું.
વિમાન સંપૂર્ણપણે સ્વસંચાલિત હોવાનું ડીઆરડીઓએ કહ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને ડીઆરડીઓને અભિનંદન આપ્યા હતા અને માનવ રહિત લડાકુ વિમાનોના કારણે ભારતીય લશ્કરની શક્તિમાં વધારો થશે એવું કહ્યું હતું. યુદ્ધની સ્થિતિમાં અને દેશની વાયુસરહદની નિગરાનીમાં આ લડાકુ વિમાનો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.



