દુનિયાના ચાર દેશઓમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈરાન, કતર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો.
- Advertisement -
દુનિયાના ચાર દેશઓમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઈરાન, કતર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ઈરાનના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ છે. ઈરાનના સ્થાનિક ટીવી ચેનલમાં જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપના કારણે લગભગ 3 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે.
એવું કહેવાય છે કે ઈરાન, યુએઈ અને કતરમાં સવારના સમયે ભૂકંપના બે મોટા ઝટકા અનુભવાયા છે. ઈરાનમાં કેટલાય લોકોના મોત થયા છે. તો વળી નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું છે કે, ચીનના શિઝિયાંગ પ્રાંતમાં ભૂંકપના ઝટકા અનુભવાયા છે. અહીં રાતના 3.30 કલાકે ધરતી હલી હતી. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ છે. તેની ઊંડાઈ 10 કિમી સુધી રહી હતી. ઈરાનની વાત કરીએ તો, અહીં 25 તારીખે પણ ભૂકંપ આવ્યો હતો. અહીંના દક્ષિણી પ્રાંતમાં શનિવારે 5.6 તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં લગભગ એક વ્યક્તિનું મોત થઈ ગયું અને 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઈરાની મીડિયાએ આ પ્રકારની જાણકારી આપી હતી.
ઈરાનની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર હોર્મોઝ્ગાન પ્રાંતના કિશ દ્વિપમાં 22 કિમી ઉત્તર પૂર્વ સ્થાનિક સમયાનુસાર સવારે આઠ કલાકને સાત મીનિટે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી નીચે 22 કિમી બતાવાય છે. ઈરાનના કિશ દ્વિપ હોસ્પિટલના મુખ્ય અધિકારી મુશ્તફા નદિયલિનજાદના હવાલેથી જણાવ્યું છે કે, કાટમાળ પડતા ચાર લોકોના હાડકા તૂટી ગયા હતા. એક વ્યક્તિ ત્રીજા માળેથી પડ્યો અને તેના માથામાં જોરદાર ઈજા થઈ હતી, લોહીલુહાણ થઈ ગયો હતો.
- Advertisement -
મુશ્તફાએ જણાવ્યું હતું કે, ઓપરેશન કક્ષમાં સર્જરી બાદ પણ વ્યક્તિને બચાવી શક્યા નથી. તેમણે જણાવ્યું છે કે, ભૂકંપ આવતા આ વિસ્તારમાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોને સામાન્ય ઈજા થઈ હતી. ઉલ્લેખનિય છે કે, કિશ દ્વિપ ફારસની ખાડીમાં આવેલી છે અને તે રાજધાનીથી લગભગ 1025 કિમી દૂર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગત 10 દિવસમાં કેટલીય વાર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.