રાજકોટ NSUI દ્વારા આજે ઈ મેમોની દંડની રકમને માફ કરવા માટે ’બોજમુક્ત રાજકોટ’ કાર્યક્રમ અંતર્ગત ગજઞઈં દ્વારા સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જો કે આ સાયકલ રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા દેખાવો કરતા તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ તકે ગજઞઈંનાં આગેવાનો દ્વારા ભાજપ ઈ મેમો મારફત ચૂંટણી ફંડ એકઠું કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકોટ જિલ્લા ગજઞઈં પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં પાંચ વર્ષ અગાઉ આઈવે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રાફિક સમસ્યા નિરાકરણ, ગેરપ્રવૃત્તિઓ અટકાવવાનો હતો. પંરતુ પોલીસ તંત્ર દ્વારા જ્યારથી આ કેમેરા નાખવામાં આવેલા છે. ત્યારથી વાહનચાલકો, મોટરકાર ચાલકોને યેનકેન પ્રકારે કાયદાની કલમોનુ ખોટુ અર્થઘટન કરી દરરોજ લાખોની રકમના ઈ-મેમો ઈસ્યુ કરવામા આવે છે.
જેની પાંચ વર્ષની ટોટલ રકમ અંદાજે 170 કરોડ રૂપિયા હતી જેમા લોકોએ 25 કરોડથી વધુ દંડની રકમ ચુકવી દીધી છે.