વેપારીની દુકાનમાં જ કામ કરતા શ્રમિકોએ ચોરીને અંજામ આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માર્કેટીંગ યાર્ડમાં આર.સી. ટ્રેડીંગ નામથી દુકાન ધરાવતા રમેશભાઈ ચુનિલાલ દેત્રોજાએ માર્કેટીંગ યાર્ડના શેડમાં રાખેલ ચાર લાખની કિંમતની 117 મણ જીરું ભરેલ 39 બોરીઓ ગત તા. 30 મે ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી ગયા હતા જેની પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી જે દરમિયાન સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા ચોરી કરનાર ગેંગ રાજસ્થાની હોવાનું જાણવા મળતા પોલીસ ટીમ રાજસ્થાન ખાતે તપાસમાં ગઈ હતી અને રાજસ્થાનથી આરોપી ડુંગરારામ ખેતરારામ સુથારને ઝડપી પાડીને જીરૂની 14 બોરી કબ્જે કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ચોરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ જગદીશ ગંગારામ ચૌધરી, ચુનારામ રત્નારામ ચૌધરી અને તગારામ નરસિંગરામ સઉને ઝડપી લઈને 75 મણ જીરૂ અને બોલેરો સહીત કુલ રૂ. 6.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ચારેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.