જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. સૈનિકો સાથેના ઘર્ષણમાં એક આતંકવાદીને મારવામાં આવ્યો. આ અથડામણ કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં ગત મોડી રાતથી ચાલી રહી છે. સુરક્ષાદળોએ આતંકીઓને જોયાની સુચના મળ્યા પછી તે વિસ્તારની નાકાબંધી કરવામાં આવી. આ અથડામણમાં એક આતંકીને ઠાર માર્યો. ઠાર મારેલ આતંકી પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબ-ઉલ-મુજાહિદીનના સંગઠનનો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં બીજા આતંકીઓની તપાસ પણ ચાલી રહી છે. સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
બીજા આતંકીઓની શોધખોળ ચાલુ
કાશઅમીરના જોન પોલીસએ શનિવારના સવારે ટ્વિટ કરીને આ અથડામણની જાણકારી આપતા જણાવ્યું કે, પ્રતિબંધિત આથંકી સંગઠન એચએમના એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષા અધિકારીઓ બીજા આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે. આ અથડામણ ત્યારે થઇ જયારે પોલીસએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના ખંડીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે એક વિશેષ ઇનપુટ મળ્યા પછી ચારે તરફથી ઘેરીને તેમનો શોધખોળ ચાલુ થઇ. છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબારી કરી ત્યાર પછી આ અભઇયાનમાં એક આતંકવાદીને ઠાર માર્યો.
#KulgamEncounterUpdate: 01 #terrorist of proscribed #terror outfit HM killed. #Operation in progress. Further details shall follow.@JmuKmrPolice https://t.co/FqBjUaDAZA
— Kashmir Zone Police (@KashmirPolice) June 11, 2022
- Advertisement -
ઘાટીમાં આતંકવાદી વિરોધી અભિયાન ચાલુ
કાશઅમીરમાં છેલ્લા કેટલાક દિવસથી આથંકવાદી વિરોધી અભિયાન ચાલુ છે, જેમાં કેટલાય આતંકવાદી અને તેમના કમાંડરોનો સફાયો થયો છે. અધિકાંશ ઓપરેશન વિશિષઅટ સુચનાના આધારે પોલીસ અને સેના દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવી રહ્યા છે.
લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓની ધરપકડ
આ પહેલા શુક્રવારના ભારતીય સેનાએ જમ્મૂ-કાશ્મીર પોલીસની સાથે એક સંયુક્ત અભિયાનમાં બારામુલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાથી જોડાયેલા બે સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની સાથે જ સેનાએ આપત્તિજનક સામગ્રી, હથિયાર અને ગોળા-બારૂદ જપ્ત કર્યો હતા. જમ્મૂ-કાશ્મીર પોલીસએ કહ્યું કે, આ હાઇબ્રિડ આતંકવાદી અને એક સહયોગી સહિત લશ્કરના બે આતંકવાદીઓની કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી.