ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમીતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભવનાથમાં અધતન પોલીસ સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ હતુ.સમગ્ર રાજ્યમાં પોલીસ માટે રહેણાંક અને કચેરી સુવિધા માટે રૂપિયા 347 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ભવનોના લોકાર્પણ સાથે રૂપિયા 205 લાખના ખર્ચે નિર્મિત ભવનાથ પોલીશ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે ભવનાથ ખાતે યોજાએલ સમારોહ ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, ભવનાથ પોલીસ સ્ટેશનના નિર્માણ થી અહિ આવતા પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થશે.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા,જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર,શેરનાથબાપુ, ઇન્દ્રભારતીબાપુ, મહાદેવગીરી બાપુ, આઇજી મનિન્દરસિંહ પવાર,એસપી રવિ તેજા વાસમશેટ્ટી, શાંતાબેન દિનેશભાઇ ખટારીયા, પુનીતભાઇ શર્મા સહિતનાં હાજર રહ્યાં હતાં. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યુ હતું કે, ઝાંઝરડા રોડ પર લોકભાગીદારીથી નવુ એસઓજી પોલીસ સ્ટેશન બનશે.જૂનાગઢના વધતા વિસ્તારને ધ્યાને લઇ એક નવુ પોલીસ સ્ટેશન બનાવવાનુ આયોજન છે.તેમજ આંબેડકરનગર ખાતે પોલીસ ચોકીનું નિર્માણ પણ આયોજનમાં છે.