કાળઝાળ ગરમી પડી રહી છે. આવા સમયે પાણીની તરસ વધારે લાગે તે સ્વાભાવિક છે. પાણી વિના મોં સુકાઇ જાય છે. તેમાં પણ ગરમીમાં ઠંડા પાણીનો એક ગ્લાસ ઠંડક પહોંચાડે છે. શરીર હાઇડ્રેટ રહે તે માટે આપણે પાણીવાળા ફ્રૂટ જેવા કે ટેટી, તરબૂચ, નારંગી, અનાનસ , શેરડી ખાઇએ છીએ. ગરમીમાં બહાર નીકળવાનું ટાળીએ છીએ કારણ કે જો શરીરમાં ગરમીને લીધે પાણીની કમી થઇ જાય તો ચક્કર આવી શકે છે.. શરીરમાં પાણી ઓછુ થઇ જાય તો ઘણી સમસ્યા થઇ છે.
- Advertisement -
ડિહાઇડ્રેશન સહિત સ્કિન પ્રોબ્લેમ, પાચનની પરેશાની સહિત અનેક સમસ્યા થાય છે. ઘણી વખત મગજ પણ બરાબર કામ કરતુ નથી. ત્યારે તમને ખબર હોવી જોઇએ કે શીરરમાં પાણીનું સ્તર ઘટે તો કેવા લક્ષણો જોવા મળે.
પરસેવો ન થવો
- Advertisement -
મહત્વનું છે કે અત્યારે ઉનાળો છે એટલે કે ગરમીને કારણે પરસેવો થાય. પરંતુ તમને પરસેવો પણ ન થતો હોય તો તમારી બોડીમાં પાણી ઓછુ હોવાનો સંકેત છે. કારણ કે આનો અર્થ એ થાય છે કે તમારું શરીર હાઇડ્રેટેડ નથી, કારણ કે આવા લોકોને પરસેવો નથી આવતો. આથી શરીરમાં પાણી હોવું જરુરી છે.
ધબકારા વધવા
પાણીની અછતને કારણે તમારું હૃદય ઝડપથી ધબકવા લાગશે. શરીરમાં ઓછું પાણી એટલે લોહીનું પ્રમાણ ઓછું. એટલે કે તમારા હૃદયને વધુ પમ્પ કરવું પડે છે. તેથી જો તમારું હૃદય કોઈ કારણ વગર જોરથી ધડકતું હોય તો તમારે ધ્યાન આપવું જરુરી છે.
ત્વચા
પાણીની અછતને કારણે તમારી ત્વચા પર અસર થાય છે. જો તમે તડકામાં તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવ્યું છે, તે પછી પણ ત્વચા શુષ્ક થઈ રહી છે, તો સમજી લો કે તમારા શરીરમાં પાણીની કમી થઈ રહી છે. આવી સ્થિતિમાં તમારે વધુને વધુ પાણી પીવું જોઈએ. જો કે ઓછામાં ઓછું 8-9 ગ્લાસ પાણી પીવું જોઇએ.