રાજકોટના મંગળા રોડ પરની ચકચારી ઘટના: ભાવેશ ઝરીયાને સીધોદોર કરવો જરૂરી
ભૂતકાળમાં ઘણી મહિલાઓને બથ ભરવાથી લઈ બટકા ભરવા સુધીના કૃત્યો ભાવેશ ઝરીયાએ કરેલા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે બપોરે રાજકોટમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠાવતી ઘટના બની. શહેરના મંગળા રોડ પરની આ ચકચારી ઘટનામાં બે દિવસ પહેલા છરી સાથે પકડાયેલા ભાવેશ બીજલ જરીયા(ઉ.વ.45, રહે. વિજય પ્લોટ)એ મંગળા રોડ પર ચાલીને જતી નર્સની છેડતી કરી, સરાજાહેર તેણીને બથ ભરી તમાચા ઝીંકી દીધા હતા. આ ઘટનાના સીસીટીવી ફુટેલ સામે આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આરોપીને ભોગ બનનાર યુવતી ઓળખતી નથી. પરંતુ આ વિકૃત શખ્સે જાહેરમાં કોઈના ડર વગર આવું કૃત્ય કર્યું. બેફામ બનેલા નશામાં ધૂત આરોપીને રાહદારી યુવાનોએ લમધાર્યો હતો.
તેની ધરપકડ બાદ પોલીસે પણ આગવી ઢબે સરભરા કરી હતી. ઘટના અંગે મળતી વિસ્તૃત વિગત મુજબ વિદ્યાનગર મેઈન રોડ પરની એક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી ભોગ બનનાર 27 વર્ષીય યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, આરોપીએ આ અગાઉ પણ તેની ત્રણેક વખત છેડતી કરી હતી. પરંતુ આ અંગે તેણે ફરિયાદ કરી ન હતી, પણ હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી. ગઈકાલે સવારે યુવતી નિત્યક્રમ મુજબ હોસ્પિટલે નોકરીએ જતી હતી ત્યારે મંગળા રોડ પર મનહરપ્લોટ શેરી નં -10 ના ખૂણે સામેથી આરોપી ધસી આવ્યો હતો. તે યુવતી સામે આડો ઉભો રહી ગયા બાદ તેને આગળ જતા અટકાવ્યા બાદ બથ ભરી લીધી હતી. યુવતીએ વિરોધ કરતા બેફામ બની તેને તમાચા ઝીંકી દીધા હતા. બરાબર આ સમયે ત્યાંથી પસાર થયેલા વાહન ચાલક અને રાહદારીઓએ વચ્ચે પડી યુવતીને બચાવવાનો પ્રયાસ કરતા
આરોપીએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. જો કે કેટલાક રાહદારીઓએ આરોપીનો સામનો કરી તેને મેથીપાક ચખાડયો હતો. એ-ડીવીઝન પોલીસે આરોપીને શોધી રાઉન્ડઅપ કરી લીધો હતો.
ત્યારબાદ યુવતીની ઓળખ મેળવી તેની ફરિયાદના આધારે આરોપી વિરૂધ્ધ છેડતી, અપશબ્દો આપવા, નિર્લજ્જ હુમલો કરવો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપીએ નશામાં ધૂત બની આ કૃત્ય આચર્યાની શંકા પરથી પોલીસે તેનો મેડીકલ ટેસ્ટ કરાવ્યો છે. જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોપી સામે પ્રોહિબિશનની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રખડતું ભટકતું જીવન જીવે છે. 2016થી તેના જ પરિવારે તેને ઘરેથી કાઢી મુક્યો હતો. મંગળા રોડ પર પડ્યો પાથર્યો રહે છે. પોલીસે આરોપીને પકડી આગવી ઢબે સરભરા કરી હતી.
- Advertisement -
ભવિષ્યમાં કોઈ નિર્દોષ મહિલાનો ભોગ લઇ શકે ભાવેશ ઝરીયા
આરોપીએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. જો કે કેટલાક રાહદારીઓએ આરોપીનો સામનો કરી તેને મેથીપાક ચખાડયો હતો. એ-ડીવીઝન પોલીસે આરોપીને શોધી રાઉન્ડઅપ કરી લીધો હતો. ત્યારબાદ યુવતીની ઓળખ મેળવી તેની ફરિયાદના આધારે આરોપી વિરૂધ્ધ છેડતી, અપશબ્દો આપવા, નિર્લજ્જ હુમલો કરવો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપીએ નશામાં ધૂત બની આ કૃત્ય આચર્યાની શંકા પરથી પોલીસે તેનો મેડીકલ ટેસ્ટ કરાવ્યો છે. જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોપી સામે પ્રોહિબિશનની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રખડતું ભટકતું જીવન જીવે છે. 2016થી તેના જ પરિવારે તેને ઘરેથી કાઢી મુક્યો હતો. મંગળા રોડ પર પડ્યો પાથર્યો રહે છે. પોલીસે આરોપીને પકડી આગવી ઢબે સરભરા કરી હતી.
મંગળા રોડ પર પડ્યો પાથર્યા રહેતો આ આરોપીએ અગાઉ પણ ત્રણ વખત રસ્તે જઈ રહેલી યુવતીની છેડતી કરેલી
મંગળા રોડની કાયમી સમસ્યા : ભાવેશ ઝરીયાનો આંતક
ભાવેશ બીજલ ઝરીયા (ઉ.વ.4પ, રહે. વિજયપ્લોટ) મનોવિકૃત – માનસિક બીમાર શખ્સ છે. તેની પર ભૂતકાળમાં ગંભીર ગુનાઓ પર નોંધાયેલા છે. નશામાં ધૂત થઈ તે મંગળારોડ પર પડ્યો-પાથર્યો રહે છે અને આંતક મચાવતો રહે છે. ભાવેશ ઝરીયા મંગળારોડ આસપાસથી પસાર થતી મહિલાને બથ ભરવાથી લઈ બટકા ભરવા સુધી કુખ્યાત છે. આ કારણોસર ભૂતકાળમાં અનેક વખત તેને માર પડ્યો છે છતાં ભાવેશ ઝરીયા સુધારવાનું નામ લેતો નથી. દારૂના નશામાં હથિયાર સાથે રાખી ફરતો ભાવેશ ઝરીયાનો આંતક મંગળારોડ પરની કાયમી સમસ્યા બની ગયા છે. રહીશો ભાવેશ ઝરીયા પાસેથી પસાર થતા પણ ફફડે છે ત્યારે આ મનોવિકૃત કુખ્યાત ગુનેગાર ભાવેશ ઝરીયા ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ ન લે તે માટે તેને સીધોદોર કરવો જરૂરી છે.
…તો ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બની હોત!
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ભાવેશને બે દિવસ પહેલા જ પોલીસે છરી સાથે પકડ્યો હતો. અને તેના કબ્જામાં રહેલી છરી જપ્ત કરી હતી. ત્યારબાદ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી તેને જામીન મુક્ત કરાયો હતો. બનાવ વખતે આરોપી ખૂબ જ ઉશ્કેરાટમાં હતો. બેફામ બની યુવતીને ફડાકા ઝીંકવા લાગ્યો હતો. જેથી જો આ સમયે તેની પાસે છરી હોત તો રાજકોટમાં પણ સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બની હોત. હાલ આ ઘટનાને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાણીદાર નેતાઓ શું પગલાં લેશે?
સરાજાહેર છેડતીની ઘટના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, સદનસીબે આ શખ્સથી દીકરીની લાજ બચી નહીતર તાજેતરની સુરત ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા શું વાર લાગત ? ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીજી સુરતની ઘટનાક્રમ બાદ કહ્યું હતું કે, બેનદીકરીઓની છેડતી કરનારને પોલીસ છોડશે નહી અને આકરી સજા કરશે. ત્યારે પોલીસ કમિશ્નર વિહોણા રાજકોટ શહેરની આજની આ ઘટના બાબતે સરકાર પોલીસ અને ભાજપના કહેવાતા પાણીદાર નેતાઓ શું પગલાઓ લેશે ?
રાજકોટની પ્રજાની બહાદુરી
રાજકોટની જનતાએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે દીકરીઓ અને બહેનોની લાજ બચાવવા તેઓ કંઈપણ કરી છૂટશે. તેમજ રાજકોટવાસી હોય કે અન્ય કોઈ પરપ્રાંતિય જો કોઈ દીકરીઓ અને બહેનો સાથે ગેરવર્તણુક કરતા ઝડપાશે તો તેને જાહેર મેથીપાક પણ ચખાડવામાં આવશે. તો બીજી તરફ પોલીસે પણ ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી પોતાની ફરજ પૂર્ણ કરી છે.