સિનિયર સભ્યોની હાજરીમાં જ લેવાશે નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
મહેશ આસોદરિયાનું નામ ક્રિકેટ સટ્ટામાં બહાર આવતા રાજકોટનું સહકારી ક્ષેત્ર ભારે ચર્ચામાં છે. મહેશ આસોદરિયાના રાજીનામા બાદ સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સંઘની ગઈકાલના રોજ બોર્ડની બેઠકમાં જિલ્લા સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે મેનેજર કક્ષાના અધિકારી બાંભણીયાના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ સંઘના ડિરેકટર તરીકે બાંભણીયાને સ્વીકારમાં આવ્યા નહોતા. સુત્રોની માહિતી અનુસાર તેમના સ્વીકાર અને અસ્વીકારના નિર્ણય પર હાલ પૂરતો બ્રેક લગાવી દેવામાં આવી છે.
રા.લો.સંઘમાં વિજય સખિયાના સ્થાને ચઢાવ-ઉતાર બાદ સ્વીકૃતિ પામેલા મહેશ આસોદરિયાનું નામ ક્રિકેટ સટ્ટામાં બહાર આવતા તેમને હટાવવામાં આવ્યા હતા. તેમના સ્થાને બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ બેંકના અધિકારી બાંભણીયાના નામની દરખાસ્ત કરી હતી.
ગયા વખતે બધાની સર્વાનુમતિથી આસોદરિયાને સ્વીકારવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે બોર્ડના સભ્યો જયેશ રાદડિયાના પ્રસ્તાવને સ્વીકારવાના મૂડમાં નથી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બોર્ડની મિટિંગમાં અમુક સિનિયર સભ્યોની ગેરહાજરી હોવાથી બેંકના નવા પ્રતિનિધિના નામને ફાઈનલ કરવાના નિર્ણયને પેન્ડીંગ રાખી દેવામાં આવ્યો છે. જો કે ભાજપમાં જૂથવાદનો કોઈ વિવાદ નથી તેમ સત્તાવાર વર્તુળો જણાવી રહ્યા છે.
- Advertisement -
જયેશ રાદડિયા વિરોધી જૂથ સભ્યો ફરી સક્રિય: મિટિંગમાં ભારે રોષ વ્યકત કરાયો
રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે બેંકના ડેપ્યુટી મેનેજર સી.ડી. બાંભણીયાના નામની દરખાસ્ત બેંક તરફથી મુકવામાં આવી હતી. પરંતુ આજે મળેલા રા.લો સંઘના બોર્ડ ઓફ ડિરેકટરની બેઠકમાં બેંકની આ દરખાસ્ત પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
સંઘની બોર્ડ મિટિંગમાં અમુક સભ્યોએ એવી લાગણી રોષપૂર્વક વ્યકત કરી હતી કે બેંક ગમે તેવા લોકોના નામ તેના પ્રતિનિધિ તરીકે મોકલી દે છે અને તેના કારણે આખરે તો રાજકોટ લોધીકા સહકારી સંઘની બદનામી થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે સંઘમાં બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરીયા હતા પરંતુ તે સટ્ટાની પ્રવૃત્તિમાં પકડાઈ જતા રાલો સંઘની પણ ભારે બદનામી થઇ હતી. હવે નવા પ્રતિનિધિના નામની દરખાસ્ત આજની મિટિંગમાં આવી ત્યારે આ મામલે ભારે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. જયેશ રાદડિયા વિદ્ધનું હરીફ જૂથ ફરી આક્રમક મૂડમાં આવી
ગયું છે.


