તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના
ખાસ ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાતમાં કાળઝાળ ગરમી દિવસે ને દિવસે વધી રહી છે. ધોમધખતાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. એપ્રિલ માસની વિક્રમજનક ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ભુજ, કંડલા અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. તેમજ અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં 44 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે જેના લીધે ગુજરાતના અનેક શહેરોમાં 45 ડિગ્રીને પાર કરી જશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ એપ્રિલ માસમાં 50 ટકાથી નીચે હોય છે. પરંતુ આ વખતે તેનાથી ઉંધું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ, ભુજ અને વેરાવળમાં આજરોજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 થી 93 ટકા જેટલું નોંધાયું હતું.