MIG કેટેગરીના આવાસ યોજનાના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ
આવાસની કિંમતમાં 6 લાખનો ઘટાડો થતાં મોટી સંખ્યામાં લોકો લાભ લેવા તલપાપડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે એમઆઈજી પ્રકારના 769 તથા ભવિષ્યમાં ખાલી થનાર આવાસો માટે ગઈકાલથી તા. 16-05-2022 સુધી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ 6 (છ) સિવિક સેન્ટર તેમજ આઈસીઆઈસીઆઈ બેંકની 6 બ્રાંચ ખાતેથી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અન્વયે ફોર્મ વિતરણના પ્રથમ દિવસે 859 ફોર્મ્સનું વિતરણ થયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર તેમજ આઈસીઆઈસીઆઈ બેંકની નાણાવટી ચોકવાળી બ્રાંચમાંથી સૌથી વધુ 133 ફોર્મ્સનું વિતરણ થયેલું છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓફલાઈન ફોર્મ વિતરણ ઉપરાંત ઓનલાઈન ફોર્મ્સ ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફોર્મ્સનું વિતરણ તથા ભરાયેલ ફોર્મ્સ પરત કરવાની છેલ્લી તા.16-05-2022 સુધીની છે.