પંજાબ સાત વિકેટથી હાર્યું
સનરાઈઝર્સ હૈદરાબાદે સતત ચોથી મેચમાં સફળતાપૂર્વક ટાર્ગેટને ચેઝ કરતાં પંજાબ કિંગ્સ સામે સાત વિકેટથી જીત હાંસલ કરી હતી. જીતવા માટેના 152ના ટાર્ગેટને હૈદરાબાદે 18.5 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે હૈદરાબાદે છઠ્ઠી મેચમાં ચોથી જીત હાંસલ કરી હતી. જ્યારે પંજાબની ટીમનો છઠ્ઠી મેચમાં ત્રીજો પરાજય થયો હતો. ઉમરાન મલિકે હૈદરાબાદની ઈનિંગની આખરી 20મી ઓવર મેડન નાંખી હતી અને 4 ઓવરમાં માત્ર 28 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ભુવનેશ્ર્વર કુમારે 22 રનમાં ત્રણ વિકેટ મેળવી હતી. જ્યારે માર્કરામે શાનદાર ફોર્મ આગળ ધપાવતા 27 બોલમાં 41 રન કર્યા હતા. પંજાબ તરફથી લિવિંગસ્ટને 33 બોલમાં 60 રન કર્યા હતા. જ્યારે રાહુલ ચાહરે બે વિકેટ ઝડપી હતી.


