ઈન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 30મી મેચ સોમવારે સંજૂ સેમસનની કેપ્ટન્સી ધરાવતી રાજસ્થાન રોયલ્સ અને શ્રોયસ ઐયરની આગેવાની હેઠળની કોલકાતા નાઇટ રાઈડર્સની વચ્ચે મુંબઈના બેબ્રોન સ્ટેડિયમ પર રમાશે. 15મી સિઝનમાં રાજસ્થાન રોયલ અત્યાર સુધીમા પાંચ મેચ રમ્યું છે જેમાંથી ત્રણમાં વિજય સાથે પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર છે, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ છમાંથી ત્રણ મેચ જીતીને પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા ક્રમ પર છે.
રાજસ્થાનની સફર અત્યાર સુધી ભારે ચડાવ ઉતારવાળી રહી છે અને પાછલી મેચમાં આ મજબૂત ટીમને ગુજરાતની નવી ટીમ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. તેને પરિમામે સંભવ છે કે રાજસ્થાન સોમવારની મેચ માટે તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. રાજસ્થાન રોયલ્સે સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. શરૂઆતની બે મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું હતું. જો કે તે પછી આ ટીમને આરસીબી સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ IPLની 15મી સિઝનમાં પાછલી બે મેચ હારી ચુક્યું છે તેમ છતાં તેની ટીમમા કોઇ પરિવર્તન કરે તેવી સંભાવના જણાતી નથી.


