સરકાર સંગ્રહખોરી ડામવા નિષ્ફળ
મધ્યમવર્ગને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. LPG બાદ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. સતત બીજા દિવસે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. બે દિવસમાં સિંગતેલના ડબ્બે 30 રૂપિયા વધ્યા છે. આજરોજ 10 રૂપિયાનો વધારો થયો છે. જેથી પ્રતિ ડબ્બાની કિંમત 2 હજાર 750 પર પહોંચી છે.
મોંઘવારીના માર વચ્ચે ફરીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. બે દિવસમાં સિંગતેલના ડબ્બે 30 રૂપિયા વધ્યા છે. જેથી પ્રતિ ડબ્બાની કિંમત 2 હજાર 750 પર પહોંચી છે. સતત બે વર્ષથી મગફળીનું મબલખ ઉત્પાદન થવા છતાં સિંગતેલના ભાવ વધારો યથાવત છે. તો બીજી તરફ સંગ્રહખોરી અને ખાદ્યતેલમાં ભાવ વધારો ડામવા તંત્ર અને સરકાર નિષ્ફ્ળ ગઈ છે. બે દિવસમાં સિંગતેલના ડબ્બામાં 20 અને બાદમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર ગૃહીણીઓના બજેટ ઉપર વર્તાઈ રહી છે.


