મેગા હરાજીમાં ખોટી ગણતરીના કારણે મુશ્કેલીથી ઘેરાયેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આજે બપોરે 3.30 કલાકે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ માટે મેદાનમાં ઊતરશે ત્યારે રોહિત અને તેના સાથીઓ સતત પાંચ મેચમાં હારનાં સિલસિલાને તોડવાનો લક્ષ્યાંક રાખશે. પાંચ વખતની ચેમ્પિયન આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત સતત પાંચ મેચ હાર્યું હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે અને ટીમની થિંક ટેન્ક પાસે વિજય મેળવવાની કોઈ યોજના હોય તેવું અત્યારે લાગતું નથી. મુંબઇની ગરમીમાં રોહિત સહિત અન્ય 10 ખેલાડીઓને ફોર્મમાં રહેલી લખનઉની ટીમને હરાવવા માટે ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરવો પડશે.


