સાંજે 7:30થી મેચનો પ્રારંભ : વોર્નર દિલ્હી સાથે અને સ્ટોઈનિસ લખનઉ સાથે જોડાયો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ઈંઙકની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ આજે ટકરાશે ત્યારે બે અત્યંત પ્રતિભાશાળી ક્રિકેટર તથા ભારતના ભાવિ સુકાની લોકેશ રાહુલ અને રિષભ પંતનો પણ એકબીજા સામે જોરદાર મુકાબલો થશે. કોઈ પણ બોલિંગ આક્રમણના છોતરાં કાઢવાની ક્ષમતા ધરાવતા લોકેશ અને પંત ઈંઙકના પ્રારંભિક તબક્કામાં પોતાની ટીમનું પલડું ભારે રાખવાનો પ્રયાસ કરશે. રાહુલ તથા પંત બન્ને ભારત માટે ભાવિ સુકાની તરીકે પોતાનો દાવો વધારે મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ પોતપોતાની ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ગયા છે. ડેવિડ વોર્નર દિલ્હીની તથા ઓલરાઉન્ડર સ્ટોઈનિસ લખનઉની ટીમ સાથે જોડાઈ ગયા છે જેના કારણે બન્નેની પ્લેઇંગ ઇલેવન પણ વધારે મજબૂત બનશે.



