કડવા પાટીદારના આસ્થાના કેન્દ્ર સિદસર ઉમિયા ધામ ખાતે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. જે બાદ સાંજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવી પહોચ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી નરેશે પટેલે જામનગર ખાતે ઉમિયામાતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં. જ્યાં પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપના નેતા ચિમન સાપરીયાએ નરેશ પટેલ પર નોટોનો વરસાદ કર્યો હતો.સિદસર ઉમિયા ધામ ખાતે નરેશ પટેલે ધ્વજાની પૂજા વિધિ કરી ધ્વજા માથે ચડાવી મંદિરની પ્રદક્ષિણા કરી હતી. આ દરમિયાન નરેશ પટેલ ઉપર ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી ચિમન સાપરિયાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
નરેશ પટેલ પર ભાજપના જ પૂર્વ મંત્રીએ નોટોનો વરસાદ કર્યો

You Might Also Like
Follow US
Find US on Social Medias


