ડબલ હેડર મેચ-1 બપોરે 3.30 કલાકે
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલ 2022માં પોતાના બીજા મુકાબલામાં શનિવારે રાજસ્થાન રોયલ્સ ટીમ સામે ટકરાશે. મેચમાં રાજસ્થાનની ટીમ પૂરા આત્મવિશ્ર્વાસ સાથે મેદાનમાં ઊતરશે. સંજૂ સેમસનની ટીમે પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. બીજી તરફ મુંબઇ ટીમને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. આજે ડબલ હેડર રમાશે અને આ મુકાબલો બપોરે 3:30 કલાકથી શરૂ થશે. રાજસ્થાન અને મુંબઇનો રેકોર્ડ ઘણો નજીકનો રહ્યો છે. બન્ને વચ્ચે અત્યાર સુધીમાં 25 મુકાબલા રમાયા છે જેમાં મુંબઇએ 13 અને રાજસ્થાને 11 મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું નહોતું.



