શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો
આવતીકાલે ગુડી પડવો તથા તારીખ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટય દિન : ધંધાર્થી ભાઇઓ ઠાકોરજીને સાકર અને નાળિયેરનો પડો ધરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલ તા. રજીના શનિવારે ચૈત્ર સુદ-1 છે. તારીખ પ્રમાણે સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટય દિવસ છે. કાલે ગુડી પડવો છે તથા સિંધી સમાજનું નૂતન વર્ષ ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતી છે. આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ તથા ઝુલેલાલ જયંતીની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરાશે. શોભાયાત્રા, પ્રસાદ વિતરણ, સત્સંગ-કીર્તન સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ છે. આગામી તા. 10મીના રવિવારે રામનવમી છે, ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાગટય દિવસ છે તથા સ્વામિનારાયણ ભગવાનનો પણ પ્રાગટય દિવસ છે. શ્રી હરિજયંતી ઉજવાશે. મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ રામજી મંદિરમાં બપોરે 1ર વાગે અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. આવતીકાલે બેસતા મહિને ઠાકોરજીને સાકર અને નાળીયેરનો પડો ધરવાની પરંપરા ધંધાર્થી ભાઇઓમાં ચાલી રહી છે તેમ ઉનાવા ધામ સ્વામિનારાયણ મંદિરના સ્વામી દેવપ્રકાશદાસજી (ધારાશાસ્ત્રી)એ જણાવેલ છે.



