મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે તેના સ્થાને રવીન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે. તો બીજી બાજુ ધોનીને આ સિઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
26 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન શરૂ
કમાણીમાં કિંગ કોણ?
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેનારા ખેલાડીઓ, ટીમો પર પૈસાનો વરસાદ થાય છે. આ સિઝનમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. ત્યારે આ ટીમના કેપ્ટનમાં સૌથી વધારે નેટવર્થવાળો ખેલાડી કોણ છે.26 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન શરૂ થઈ રહી છે. 26 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે આ સિઝનની પહેલી મેચ રમાશે. આઈપીએલમાં આ વખતે પહેલીવાર 10 ટીમ ભાગ લઈ રહી છે. ટીમની કમાન મોટા-મોટા સ્ટાર્સના હાથમાં છે. જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનો દબદબો ધરાવે છે. જો આઈપીએલ ટીમના બધા કેપ્ટનની વાત કરવામાં આવે તો અનેક એવા નામ છે જે કરોડોમાં પૈસા કમાય છે અને તેમની નેટવર્થ પણ દમદાર છે.
- Advertisement -
મયંક અગ્રવાલ
12 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સ દ્વારા રિટેઈન કરવામાં આવેલ મયંકની નેટવર્થ 26 કરોડની આસપાસ છે.
ઋષભ પંત
દિલ્લી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને આઈપીએલમાં 16 કરોડ રૂપિયા મળી રહ્યા છે.
હાર્દિક પંડ્યા
ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા. તેની નેટવર્થ 37 કરોડની આજુબાજુ છે.
- Advertisement -
સંજુ સેમસન
52 કરોડની નેટવર્થવાળા સંજુ સેમસન રાજસ્થાન ટીમનો કેપ્ટન છે.
શ્રેયસ અય્યર
53 કરોડની નેટવર્થવાળા શ્રેયસે હાલમાં જ ટેસ્ટ, વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયલ ગૂગલ, જિલેટ, બોટ સહિત અનેક બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.
કેન વિલિયમ્સન
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન તરફથી તેને આ સિઝનમાં 14 કરોડ રૂપિયા મળશે
લોકેશ રાહુલ
પંજાબ કિંગ્સનો કેપ્ટન લોકેશ રાહુલ ઇઈઈઈંના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં તેને 5 કરોડ રૂપિયા મળે છે. સાથે જ તે અનેક જાણીતી બ્રાન્ડ સાથે જોડાયેલો છે. રાહુલની નેટવર્થ 75 કરોડ રૂપિયા છે.
ફાફ ડુ પ્લેસિસ
ફાફ ડુ પ્લેસિસ બે વિદેશી કેપ્ટનમાંથી એક છે. તેની નેટવર્થ 102 કરોડ રૂપિયા છે. તેને આરસીબી તરફથી 7 કરોડ રૂપિયા મળી રહ્યા છે. જ્યારે આફ્રિકા બોર્ડ 3 કરોડ રૂપિયા આપે છે. ફાફ દુનિયાની અન્ય લીગમાં પણ રમે છે.
રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તેને વાર્ષિક 16 કરોડ રૂપિયા મળે છે. રોહિતની નેટવર્થ 180 કરોડ છે.
મહેન્દ્ર સિંહ ધોની
આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. રિપોર્ટ્સ પ્રમાણે ધોનીની નેટવર્થ 800 કરોડથી પણ વધારે છે.


