એક વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટિની 20 બેઠક બોલાવી કુલ 430 ઠરાવો મંજૂર કર્યા
કોલ સેન્ટર અપગ્રેડેશન, ટોલ-ફ્રી નંબર, RMC-ઓન-વોટ્સએપ સહિતની સેવાઓ શરૂ કરાવી
રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલે એક પૂર્ણ કર્યું છે. જેમાં તેમણે 230.73 કરોડના વિકાસના કામો મંજૂર કર્યા છે. આ એક વર્ષના સમય ગાળા દરમિયાન તેમણે સ્ટેન્ડિંગ કમિટીની 20 બેઠકો બોલાવી કુલ 430 ઠરાવો મંજૂર કર્યા હતાં, ઉપરાંત કોલ સેન્ટર અપગ્રેડેશન, ટોલ ફ્રી નંબર, આર.એમ.સી. ઓન વોટ્સએપ સહિતની સેવાઓ શરૂ કરાવી હતી.
- Advertisement -
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે શહેરના જુદા જુદા વોર્ડમાં કુલ રૂ.58.40 કરોડના ખર્ચે રસ્તા કામ, જુદા જુદા વોર્ડમાં કુલ રૂ.26 કરોડના ખર્ચે ડ્રેનેજ કામ, જુદા જુદા વોર્ડમાં કુલ રૂ.1.40 કરોડના ખર્ચે સી.સી. કામ, જુદા જુદા વોર્ડમાં કુલ રૂ.14.61 કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન કામ, જુદા જુદા વોર્ડમાં કુલ રૂા.5.70 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક અને કમ્પાઉન્ડ વોલના કામો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓએ જુદા-જુદા રોગો માટે જુદી-જુદી હોસ્પિટલમાં કરાવેલ નિદાન/ઓપરેશન/સારવારના ખર્ચ પેટે કુલ મળી, રૂા.1 કરોડની આર્થિક તબીબી સહાય આપવાનું મંજુર કરવામાં આવેલ. શહેરીજનોને મનોરંજન મળી રહે તે માટે જુદા-જુદા સ્થળોએ મનોરંજન કાર્યક્રમો ઉપરાંત જુદા-જુદા પ્રોજેક્ટના ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ માટે રૂ.1.12 કુલ કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવેલ.
કોવિડ-19ની વૈશ્ર્વિક મહામારી દરમ્યાન સમગ્ર રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી આરોગ્યવિષયક સેવાઓ સુદ્રઢ બની રહે તે માટે રૂ.14.53 કરોડના ખર્ચે મેનપાવર એજન્સી પાસેથી મેડીકલ તેમજ પેરામેડીકલ સ્ટાફની સેવાઓ કરારજન્ય ધોરણે લેવામાં આવેલ. આરોગ્ય કેન્દ્રો માટે દવાઓ તેમજ આનુસાંગિક સાધન-સામગ્રી માટે કુલ રૂ.1.70 કરોડનું ખર્ચ મંજુર, શહેરીજનોની સુખાકારી માટે લેબોરેટરી તેમજ લાયબ્રેરી માટેના બાંધકામનું કુલ રૂ.6.32 કરોડનું ખર્ચ મંજુર, રાજકોટ શહેરમાં સુવ્યવસ્થિત સફાઈ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના તમામ વોર્ડમાં સફાઇ કામગીરી માટે કુલ મળી, રૂ.7.53 કરોડનું ખર્ચ મંજુર, વોર્ડ ઓફિસ માટેના બાંધકામનું કુલ રૂા. 0.75 કરોડનું ખર્ચ મંજુર, રાજકોટ શહેરના નાગરિકોને પોતાના વિસ્તાર નજીક તબીબી સેવા ઉપબલ્ધ થાય, તે માટે શહેરમાં નવા આરોગ્ય કેન્દ્ર માટેના બાંધકામનું કુલ રૂ.1.61 કરોડનું ખર્ચ મંજુર, શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે સ્ટોર્મ-વોટર-ડ્રેઇન માટે કુલ રૂ.3.67 કરોડનું ખર્ચ મંજુર, શહેરીજનોને ઝડપી સેવાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા વિભાગના વાહન ખરીદી માટે કુલ રૂ.1.5 કરોડનો ખર્ચ મંજુર કર્યો હતો.
શહેરમાં પાણી પુરવઠો નિયમિત જળવાઇ રહે તે માટે વોટર વર્ક્સ વાલ્વ, જોઇન્ટ્સ અને આનુસાંગિક પાર્ટ્સની ખરીદી માટે કુલ રૂ.58.51 કરોડનું ખર્ચ મંજુર, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પ્રાણી સંગ્રહાલય વિભાગમાં સુવિધાઓ માટે કુલ રૂ.1 કરોડનું ખર્ચ મંજુર, શહેરીજનોની સુખાકારી માટે રાજકોટ શહેરમાં માઇનોર બ્રીજના કામ માટે કુલ રૂ.5 કરોડનું ખર્ચ મંજુર, રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખાના સફાઇના સાધનો માટે કુલ રૂ.1.72 કરોડનું ખર્ચ મંજુર, શહેરીજનોની સુખાકારી માટેના વિકાસ કામોમાં આધૂનિક ટેકનીકનો ઉપયોગ – બોક્સ કલ્વર્ટના કામ માટે કુલ રૂ.3.50 કરોડનું ખર્ચ મંજુર, શહેરીજનોની સુવિધા માટે હોકર્સ ઝોન માટે કુલ રૂ.50 લાખનું ખર્ચ મંજુર, પીવાના પાણીના શુધ્ધિકરણ માટેના વોટરવર્ક્સ કેમિકલ ખરીદી માટે કુલ રૂ.2.12 કરોડનું ખર્ચ મંજુર, કલેક્ટિવ ચેનલના કામ માટે કુલ રૂ.14 લાખનું ખર્ચ મંજુર કરેલ.
- Advertisement -
આ ઉપરાંત, શ્રી પુષ્કરભાઇ પટેલના સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન તરીકેના એક વર્ષનાં કાર્યકાળમાં ગત તા.24-01-2022ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયું. માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સી.ડી.એસ. જનરલ બિપીન રાવતની યાદગીરીમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત આ અંડરબ્રીજનુ નામકરણ સી.ડી.એસ. જનરલ બિપીન રાવત અન્ડરબ્રિજ કરવામાં આવ્યું. પર્યાવરણની જાળવણી માટે, પ્રદુષણમાં ઘટાડો થાય અને ડીઝલ ખર્ચની બચત થાય તે હેતુથી શહેરમાં બી.આર.ટી.એસ. રૂટ પર કુલ રૂ.27.14 કરોડના ખર્ચે કુલ 23 ઇલેક્ટ્રીક બસો શહેરીજનોની સુવિધા માટે જુદા-જુદા રૂટ પર ફરતી મુકાયેલ છે. શહેરના પશ્ચિમ ઝોનના વોર્ડ નં.9માં શહેરીજનોની સુવિધા માટે રૂ.8.51 ના ખર્ચે “અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ” લોકાર્પણ, વોર્ડ નં.11માં “સ્માર્ટ ઘર આવાસ યોજના” ડ્રો ફાળવણી. વોર્ડ નં.14માં રૂ.2.79 કરોડના ખર્ચે “શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા” નું લોકાર્પણ કરેલ.


