રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બન્યા બેફામ
સફેદ કલરની બોલેરોમાંથી ધોકા – પાઈપ કાઢી રહેવાસીઓને મારવા દોડ્યા
રાજકોટમાં દિવસે ને દિવસે લુખ્ખા આવારા તત્ત્વોની ખુલ્લેઆમ દાદાગીરી વધતી રહી છે. લુખ્ખા તત્ત્વો જાહેરમાં લોકોને કનડગત રૂપ બની રહ્યા છે ત્યારે ફરી એક વખત લુખ્ખા તત્ત્વોની લુખ્ખાગીરી ઈશ્ર્વરીયા મહાદેવ પાર્કમાં સામે આવી છે. સરાજાહેર આ લુખ્ખાઓ બેફામ ફટાકડા ફોડવા લાગ્યા હતા. જ્યારે રહેવાસીઓએ ફટાકડા ફોડવાની મનાઈ કરતાં આ લુખ્ખાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ગાંધીગ્રામ પો.સ્ટેશનમાં રહેવાસીઓ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે. વધુમાં જગદીશભાઈ તેરૈયાએ જણાવ્યું હતું કે રાત્રે 1 વાગ્યાની આસપાસ આ લુખ્ખાઓ ઘર પાસે ફટાકડા ફોડતા હતા ત્યારે ફટાકડા ફોડવાની મનાઈ કરતાં સોસાયટી તારા બાપની છે તેમ કહી સફેદ કલરની બોલેરોમાંથી ધોકા-પાઈપ કાઢી મારવા પાછળ દોડેલા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આમ આ અંગે ઘટતું કરવા અને આવારા તત્ત્વો સામે ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે.


