પક્ષના મજબૂત નેતાઓની અવગણના થઇ હોવાની ફરિયાદ
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ જ્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પોતાની સફળતાનો જશ્ન મનાવી રહી છે, ત્યાં કોંગ્રેસથી લઈને સમાજવાદી પાર્ટી હાલમાં મંથન કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસમાં સતત ખરાબ દેખાવના કારણે ટોચની નેતાગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે. હવે પાંચ રાજ્યોના પરિણામો સામે આવ્યા બાદ આત્મનિરીક્ષણ માટે યોજાયેલી બેઠકમાં કેટલાક મોટા નેતાઓએ રાહુલ ગાંધીને સીધા આડે હાથ લીધા હતા. આ નેતાઓએ કહ્યું કે તેમને રાહુલના નેતૃત્વમાં બિલકુલ વિશ્ર્વાસ નથી. જો અહેવાલો પર વિશ્ર્વાસ કરવામાં આવે તો, જે બેઠકમાં આ વાત કહેવામાં આવી હતી તેમાં કોંગ્રેસના ઘણા અધિકારીઓ અને મોટા નેતાઓ સામેલ હતા.
ભગવંત માન રાજ્યપાલને મળશે
પંજાબમાં, આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન આજે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળશે અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મોહાલીમાં આપ ધારાસભ્યોની બેઠકમાં માનને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
- Advertisement -
પાંચ રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ G-23 ફરી સક્રીય
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનો કોરમો પરાજય થયો. તેની રાષ્ટ્રીય પાર્ટીની શાખ પર પણ સવાલો ઉઠવા માંડ્યા છે.આ અંગે ઘણા નેતાઓએ બેઠક કરી નેતૃત્વ પરિવર્તનની માંગ બુલંદ કરવાનો નિર્ણય લીધો છે.રિપોર્ટ મુજબ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદના નિવાસે જી-23ના કેટલાક નેતાઓ મળ્યા હતા. જેમાં કપિલ સિબ્બલ, મનીશ તિવારી, ભૂંપિન્દર સિંહ હૂડ્ડા અને અન્ય કેટલાક નેતાઓનો સમાવેશ થાય છે.આ બેઠકમાં ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલી હાર અંગે ભારે ચિંતા વ્યક્ત કરાઇ છે.
ભાજપની જીત મતોની લૂંટ છે: મમતા બેનરજી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું છે કે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની થયેલી જીત ખરો જનાદેશ નથી. એમણે ચૂંટણી વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરીને મતોની લૂંટ ચલાવી હોવાનો ભાજપ પર આરોપ મૂક્યો છે. બેનરજીએ એમ પણ કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ગેરરીતિ કરવામાં આવી છે અને સમાજવાદી પાર્ટીના અખિલેશ સિંહ યાદવે ઈવીએમ મશીનોનું ફોરેન્સિક પરીક્ષણ કરાવવું જોઈએ.