આમ આદમી પાર્ટીની રાજકોટમાં ત્રિરંગા રેલીનું આયોજન
13 માર્ચે સી.આર.પાટીલ રાજકોટના હિન્દુ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
- Advertisement -
વિધાનસભા ચૂંટણી 2022ને લઈ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી
પંજાબમાં અન્ય પાર્ટીઓના સૂંપડા સાફ કરનાર આમ આદમી પાર્ટી હવે પૂરાજોશમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022 માટે તૈયાર થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ-આપ પોતાની જીત નિશ્ચિત કરવા માટે વિવિધ કાર્યક્રમો અને સંમેલનોનું આયોજન કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે.
ચાર રાજ્યોમાં ભવ્ય જીત હાંસિલ કરનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતાની જીત નિશ્ચિત કરવા માટે કમર કસી રહી છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં એન્ટ્રી ચૂંટણી અંગેની રણનીતિ મજબૂત બનાવવા માટે સાબિત થશે. આ ઉપરાંત પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોએ સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટમાં ધામા નાખ્યા છે. વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં ત્રિરંગા યાત્રા પણ કાઢવામાં આવનાર છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ 13 માર્ચે રાજકોટમાં હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
- Advertisement -
વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓના પક્ષ પલટાંના સમાચારો સામે આવે તો પણ નવાઈની વાત નથી. પંજાબની જીત બાદ ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. પાંચ રાજ્યોની ચૂંટણી બાદ વાસ્તવિકતાં સામે આવી ગઈ છે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ ભારે કફોડી બની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકવા માટે પરેશ ધાનાણીમાં હાજરીમાં સભ્ય નોઁધણીની બેઠક મળશે. આમ વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારી પડશે એ તો જોવું રહ્યું.