- રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું મોદી લોકાર્પણ કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત
- 10થી વધુ યુનિવર્સિટીના વડાને આમંત્રણ
- 1090માંથી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ 14ને, ડોક્ટરેટની ડીગ્રી એનાયત કરાશે
PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદીએ ફરી રોડ-શૉ કર્યો છે. પીએમ મોદી ફરી ખુલ્લી જીપમાં સવાર થયા હતા, અને રોડ પર પીએમ મોદીને જોવા અને વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા હતા. પીએમ મોદી દહેગામથી ભવ્ય રોડ શૉ શરૂ કર્યો છે, ત્યારે મોટા ચીલોડા સર્કલ પર લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે. PM Modi ઈન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી બીજો રોડ-શો પણ યોજાશે. આ માર્ગ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે મેગા રોડ શોની શરૂઆત દબદબાભેર કરી હતી. ખુલ્લી જીપની જગ્યાએ તેમણે બંધ કારમાં બેસીને જ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો તેમને વધાવી લેવા માટે પહોંચ્યા હતા.
- Advertisement -

દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તેમને રાજ્ય પાલ દેવવ્રત આચાર્ય અને ગૃહમંત્રી અમિત શાહએ આવકાર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા છે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે.
ચિલોડાથી દેહગામ સુધી મેગા રોડ શો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો હતો. ચિલોડાથી દેહગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
- Advertisement -

રાષ્ટ્રિય રક્ષા શક્તિનો પ્રથમ પદવીદાન સમારોહ પ્રસંગે હાજરી આપવા માટે વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવશે. 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ તો 38 ને ગોલ્ડ મેડલ એનાયત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનીવર્સિટીના નવ નિર્મિત કેમ્પસનુ લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન રાજભવનથી નીકળી ચીલોડા થઈ દહેગામ જશે.
ચીલોડા ખાતે ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શંભુજી ઠાકોર કાર્યકર્તા સાથે પહોંચ્યા હતા. તેમણે લાડું મિઠાઈ વહેંચી વડાપ્રધાનના કાર્યક્રમને આવકાર્યો હતો. વડાપ્રધાનનાં મેગા રોડ શ ને લઈ રાજ ભવનથી દહેગામ સુધીના રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ અગાઉ મોદીએ ટ્વિટ પણ કર્યુ હતું.
અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિય ખાતે પીએમ મોદી ખેલમહાકુંભને ખુલ્લો મુકવાના છે, જેને લઇ સરદાર પટેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે જેના ભાગરૂપે સરદાર પટેલ સ્ટેડિયમ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. સ્ટેડિયમમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યાં હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી એટલું જ નહીં હર્ષ સંઘવીએ ગાયક અને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. 1 હજારથી વધુ કલાકારો અને ભવ્ય લાઇટિંગ સાથે આ કાર્યક્રમ યોજાનાર છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોંધનીય છેકે, ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.
આ ઉપરાંત નેશનલ સિક્યોરિટી સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન સિક્યોરિટી, સ્કૂલ ઓફ ઇન્ટર્નલ સિક્યોરિટી, ડિફેન્સ, સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, સ્કૂલ ઓફ ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ, લો એન્ફોર્સમેન્ટ એન્ડ ક્રિમિનલ જસ્ટિસ, સ્કૂલ ઓફ ફોરેન્સિક રિસ્ક મેનેજમેન્ટ એન્ડ નેશનલ સિક્યોરિટી, જેવી વિવિધ સેક્શન આઠમા આવતી કંપની શાસ્ત્ર સાયન્ટિફિક એન્ડ ટેક્નિકલ રિસર્ચ એસોસિયેશનને આપણી સુરક્ષા સંસ્થાઓ અને દળો માટે અનેક નવીનતા સ્વદેશી કરણ અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ તેનું માળખું તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.



