રૈયાધાર પર આવેલા ડ્રિમ સિટીનો બનાવ
જુગારની રેડ પાડી અને રૂ.140 દેશી દારૂ પકડાયાનો ગુનો નોંધ્યો!
- Advertisement -
એજી ઓફિસના બે કર્મચારીઓ પાસેથી 10 લાખ પડાવ્યા બાદ અન્ય આરોપી પર સામાન્ય કેસ દાખલ કરી છોડી દીધા.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં રૈયાધાર પાસે આવેલા ડ્રિમ સિટીમાં ગત તા. 17/2નાં રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં હેડ કોસ્ટબલ અને કોન્સ્ટેબલે જુગારની રેડ પાડી 10 લાખનો તોડ કર્યા હોવાનું ચોતરફ ચર્ચાય રહ્યું છે. ડ્રિમ સિટીનાં એક ફ્લેટમાં કેટલાંક લોકો જુગારની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં હેડ કોસ્ટબલ અને કોન્સ્ટેબલે બાતમીના આધારે રેડ પાડી જુગાર રમતા આરોપીને જડપી લીધા હતા પરંતુ પકડાયેલા આરોપીઓમાંથી એજી ઓફિસનાં બે કર્મચારીઓએ પાંચ-પાંચ લાખ રૂપિયાની લાંચ આપી દીધી હતી જેથી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલે તેમને બાઈજ્જત જવા દીધા હતા અને અન્ય આરોપીઓ પાસેથી માત્ર 140 રૂપિયાનો પકડાયો હોવાનો સામાન્ય કેસ દાખલ કરી બાકીના આરોપીને પણ જવા દીધા હતા.
આ સમગ્ર બનાવની ચર્ચાએ વેગ પકડતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.


