- ભારતીય સેનાના સૂત્રોએ સરહદ પર ફાયરિંગની વાત કન્ફર્મ કરી છે, જોકે સેના તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી
- ગલવાનમાં 20 સૈનિકોની શહીદી પછી છેલ્લાં 3 મહિનાથી ચાલી રહેલા ટેન્શન દરમિયાન ભારતીય સેનાએ તેમના રુલ ઓફ એંગેજમેન્ટમાં ફેરફાર કર્યા છે
- જ્યારે ચીની સેનાના વેર્સ્ટન કમાન્ડના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ ઘટના 7 સપ્ટેમ્બરના પેંગોન્ગ ઝીલના દક્ષિણમાં શેનપાઓ વિસ્તારની છે
સીમા પર ફાયરિંગ મામલે ભારતીય સેનાએ ચીનનું નિવેદન ખોટુ ગણાવ્યું છે. ભારતીય સેનાએ કહ્યું છે કે, પહેલું ફાયરિંગ ચીન તરફથી થયું હતું. જ્યારે ચીનનું કહેવું છે કે, પહેલું ફાયરિંગ ભારત તરફથી થયું છે. સેનાના નિવેદન પ્રમાણે 7 સપ્ટેમ્બરે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) આપણી ફોરવર્ડ પોઝીશન નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા હોવા છતા ભારતીય સૈનિકોએ જવાબદારીભર્યું વર્તન કર્યું હતું.
ચીનના મીડિયા પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે ચીનની આર્મીની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો ભારતીય આર્મીએ જવાબમાં વોર્નિંગ શૉટ ફાયર કર્યા. જો કે ભારતીય આર્મીએ આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન નથી આપ્યું.