રાજકોટમાં દવાનાં નામે દારૂ વેંચતી પાનની દુકાનો પર દરોડા ક્યારે?
આયુર્વેદિક સીરપની ખાલી બોટલોમાં ભરવામાં આવે છે ડુપ્લીકેટ સીરપ – દેશી દારૂ સાથે દવાની ફ્લેવર અને બીયર પાવડરનું મિશ્રણ
સામાન્ય બીયરમાં 4થી 8% આલ્કોહોલ હોય છે જ્યારે આયુર્વેદિક સીરપમાં 11થી 15% આલ્કોહોલ
આલ્કોહોલિક પીણાના ખરીદ-વેંચાણ પર અંકુશ મૂકવામાં ન આવ્યો તો લઠ્ઠાકાંડ સર્જાઈ શકે
ખાસ-ખબરનાં સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
https://www.youtube.com/watch?v=qOvelkcGc_A&t=19s
રાજકોટમાં દવાનાં નામે દારૂ વેંચતી પાનની દુકાનો પર દરોડા ક્યારે?આયુર્વેદિક સીરપની ખાલી બોટલોમાં ભરવામાં આવે છે ડુપ્લીકેટ સીરપ – દેશી દારૂ સાથે દવાની ફ્લેવર અને બીયર પાવડરનું મિશ્રણ સામાન્ય બીયરમાં 4થી 8% આલ્કોહોલ હોય છે જ્યારે આયુર્વેદિક સીરપમાં 11થી 15% આલ્કોહોલ આલ્કોહોલિક પીણાના ખરીદ-વેંચાણ પર અંકુશ મૂકવામાં ન આવ્યો તો લઠ્ઠાકાંડ સર્જાઈ શકેખાસ-ખબરનાં સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જોવા અહીં ક્લિક કરો… ગુજરાતવ્યાપી કૌભાંડ : તપાસ થશે તો ભૂક્કાં બોલી જશે! આયુર્વેદિક સીરપના ડિસ્ટ્રીબ્યુટર રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી ચૂકવે છે લાખો રૂપિયાનો હપ્તોરાજકોટમાં વિવિધ પાનની દુકાનોમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નેમ-બ્રાંડથી 130થી 180 રૂ.માં વેંચાતા દારૂનું સ્ટિંગ ઓપરેશન ખાસ-ખબર દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ-ખબરે સ્ટિંગ ઓપરેશન કરી રૈયારોડ પર આવેલી મનમંદિર અને જયઅંબે પાનહાઉસ, શાપરમાં આવેલી શિવશક્તિ અને ક્રિષ્ના ડિલક્ષ પાનહાઉસ, જામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલ અને કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજીમાં આવેલી અપના અડ્ડા સહિત હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાનહાઉસ, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સ પાનહાઉસ વગેરે સ્થળોએ પાનની દુકાનોમાં ગેરકાયદે આયુર્વેદિક આલ્કોહોલીક પીણાના નામે દારૂ વેંચાતો હોવાનો તેમજ આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે હોવાનો ઘસ્ફોટ કર્યો હતો.
- Advertisement -
શહેરના ઔદ્યોગિક વિસ્તારોથી લઈ પોસ અરીયાની પાનની દુકાનોમાં જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા સહિત 18 જેટલી જુદીજુદી બ્રાન્ડ-નેમથી 300, 375, 400, 525 એમએલ આયુર્વેદિક સીરપની બોટલમાં દવાના નામે દારૂ વેંચાય-પીવાય છે. આરોગ્ય – પોલીસ વિભાગની નજર સામે આ આયુર્વેદિક સીરપનું ઉત્પાદન અને વેંચાણ નિયમ બહાર થઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ આયુર્વેદિક સીરપની ખાલી બોટલોમાં નકલી દારૂ ભરી વેંચવામાં આવે છે. મતલબ કે, આયુર્વેદિક સીરપની અંદર દેશી દારૂનો આથો પકવી ડુબ્લીકેટ દારૂ ભરવામાં આવે છે. આની સાથે દવાની ફ્લેવર અને બીયરનો પાવડર એડ કરી દેવામાં આવે છે જેથી દેશી દારૂ અસ્સલ આયુર્વેદિક સીરપ જેવું જ સીરપ લાગે. દવાની દવા અને દારૂનો દારૂ. જોકે દવાના નામે વેંચાતા – પીવાતા આ દારૂના કાળા કારોબાર પર અંકુશ મૂકવામાં ન આવ્યો તો લઠ્ઠાકાંડ પણ સર્જાય શકે છે.
ગુજરાતવ્યાપી કૌભાંડ : તપાસ થશે તો ભૂક્કાં બોલી જશે!
આયુર્વેદિક સીરપનાં ઉત્પાદક તરીકે સેલવાસની કંપની હર્બોગ્લોબલ ફાર્માસ્યૂટિકલ (સર્વે નં.535/2/2/1, વિલેજ સાયલી, આલોક ઈન્ડસ્ટ્રીઝની સામે, મેઇન રોડ, સેલવાસ)નું નામ અપાયું છે. જયારે આ આયુર્વેદિક સીરપનું માર્કેટીંગ આયૂપુષ્પ એન્ટરપ્રાઇઝ (એફએફ/3, સમત્વ કોમ્પલેક્સ, કલબ 07 નજીક, શેલા, સાણંદ, અમદાવાદ) દ્વારા થાય છે. જાણવા મળતી વિગતો મુજબ આ સિરપ ગુજરાતભરમાં સપ્લાય થાય છે અને તેનો ઉપયોગ દારૂની અવેજીમાં કરવામાં આવે છે. જો રાજ્યવ્યાપી તપાસ થાય તો કરોડો રૂપિયાના માલની સપ્લાયનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
આયુર્વેદિક સીરપના ડિસ્ટ્રીબ્યુટર રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી ચૂકવે છે લાખો રૂપિયાનો હપ્તો
રાજકોટની વિવિધ પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપનો જથ્થો રાજ માર્કેટિંગ એજન્સીના ગીરીરાજસિંહ સોઢા પાનની દુકાનો સુધી પહોચાડે છે જેની પાસે આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. આ ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી નામની વ્યક્તિ પાસે પણ આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ રહેલી છે. રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી ગેરકાયદે આયુર્વેદિક સીરપનું વેંચાણ કરવા સિવાય ઉત્પાદન પણ કરે છે અને આ ગેરકાનૂની કામ કરવા દેવા માટે પોલીસ તેમજ આરોગ્ય વિભાગને લાખો રૂપિયાનો હપ્તો ચૂકવતા હોવાનું જાણવા મળ્યું છે. નશાના આ કાળા કારોબારમાં ડ્રગ્સ અને ફૂડ વિભાગ ઉપરાંત પોલીસ વિભાગની પણ સંડોવણી હોવાનું પણ માલૂમ પડ્યું છે.