- ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ
- પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશભરમાં 8640 સ્ટોરના માધ્યમથી બ્રાન્ડેડ દવા કરતાં 50થી 90%ના ઓછા દરે જેનેરીક દવાઓનું વિતરણ થઈ રહ્યું છે.
- સૌરાષ્ટ્રના ગામેગામ સુધી દવા પહોંચાડવા માટે ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ દ્વારા નવી વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે
સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ વેરહાઉસના માધ્યમથી ગામેગામ પહોંચશે ખૂબ જ સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વસ્થ ભારત’નું સ્વપ્ન થશે સાકાર: બ્રાન્ડેડ દવા કરતાં 50થી 90 ટકા ઓછા ભાવે મળતી 1450 જેટલી દવાના દેશભરમાં 8640 સ્ટોર. ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ નિર્માણના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાર્થક કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે સ્વચ્છતાના ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી લીધી છે. હવે તેની સાથોસાથ સ્વસ્થતા પ્રત્યે પણ ખૂબ ઝડપી પ્રગતિ પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે અને ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓને ખૂબ સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશભરમાં 8640 સ્ટોરના માધ્યમથી બ્રાન્ડેડ દવા કરતાં 50થી 90 ટકાના ઓછા દરે જેનેરીક દવાઓનું વિતરણ થઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું વેરહાઉસ ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ દવાઓ ખરા અર્થમાં છેવાડાના માનવીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.
સમગ્ર દેશમાં 8600થી વધુ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેરીક દવાઓ ખૂબ જ ઓછા ભાવથી લોકો સુધી પહોંચે તે માટે અને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાને સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુ પ્રગતિશીલ બનાવવાના હેતુ સાથે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં રવિવાર તા. 13-2-22 બપોરે 4 વાગ્યે જૂના કોઠારીયા, ગોંડલ રોડ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા ડીસ્ટ્રીબ્યુટર ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ના વેરહાઉસનું કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકઉપયોગી અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જે યોજનાની મદદથી પોતાનું આરોગ્ય શ્રેષ્ઠ રીતે જાળવી રહ્યા છે ત્યારે સસ્તી તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓના જેનેરીક સ્ટોર ખાતેથી મળતી દવાઓ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
- Advertisement -
આજના મોંઘવારીના જમાનામાં કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટીકલ વિભાગની પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના માધ્યમથી ખૂબ જ રાહત દરે મળતી દવાઓએ અનેકની જીવનરેખાને લંબાવી છે ત્યારે રાજકોટમાં આ પ્રકારના વેરહાઉસનું ઉદ્ઘાટન રવિવારે થઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના ગામેગામ સુધી આ દવા પહોંચાડવા માટે ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ દ્વારા નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
સેવાભાવી તબીબ ડો. નીતિન લાલના પુત્ર મનનના સાહસને બિરદાવાયું

- Advertisement -
સામાન્ય રીતે ડોકટરના સંતાનો ડોકટર બનતા હોય છે ત્યારે મુળ પોરબંદરના તથા છેલ્લાં કેટલાક વર્ષોથી રાજકોટ ખાતે તબીબી જગતમાં પોતાની આગવી નામના મેળવનારા સેવાભાવી ગાયનેક તબીબ ડો. નીતિન લાલના પુત્ર મનને પિતાના પગલે ચાલીને ડોકટરની ડીગ્રી મેળવી છે પરંતુ પિતા કરતાં એક કદમ આગળ વધીને પુત્ર મનને નવો રાહ અપનાવીને દર્દીઓની સેવા માટે જીવન સમર્પિત કરવા સસ્તા દરે દવા ઉપલબ્ધ કરાવવાનું મહાભગીરથ કાર્ય હાથમાં લીધુ છે ત્યારે આ યુવાનની કામગીરીને પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના તબીબી જગત સાથે સંકળાયેલા માંધાતાઓએ બિરદાવી છે.
- વેરહાઉસને કેન્દ્રીય મંત્રી લોકાર્પણ કરતાં હોય તેવો પ્રથમ અવસરદેશમાં પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ અનેક વેરહાઉસ કાર્યરત છે. ગુજરાતમાં પણ ચાર વેરહાઉસ અસ્તિત્ત્વમાં છે ત્યારે રાજકોટ ખાતે રવિવારે સૌરાષ્ટ્રના સૌથી મોટા વેરહાઉસ ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વેરહાઉસને કેન્દ્રીય મંત્રી લોકાર્પણ કરતા હોય તેવો આ પ્રથમ અવસર રાજકોટના આંગણે આવી રહ્યો છે ત્યારે સૌ રાજકોટવાસીઓ પણ કેન્દ્રના આરોગ્યમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાને આવકારવા થનગની રહ્યા છે.
- અમો આપની સેવામાં છીએ ચોવીસ કલાક હાજર: મનન લાલઆરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ચોવીસે કલાક ઉપલબ્ધ થતી હોય છે ત્યારે મુળ પોરબંદરના તથા રાજકોટ ખાતે ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ વેરહાઉસનું ભગીરથ સાહસ ખેડનારા યુવાન મનન લાલે જણાવ્યું હતું કે અમે આપની સેવામાં ચોવીસ કલાક હાજર છીએ. જનઔષધિ કેન્દ્ર તથા તેની કોઈ પણ પ્રકારની માહિતી માટે મો. 7383630608 કે 7383730608નો સંપર્ક સાધી શકાશે.જેનેરીક દવાઓના વેચાણમાં પાંચ વર્ષમાં અધધધ વિકાસ!
ઇ.સ. 2015-16 ભારતમાં ભારતીય જનઔષધિ પરિજન હેઠળ જેનેરીક દવાઓના સ્ટોરનો પ્રારંભ થયો. ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઈઝર મંત્રાલયના ફાર્માસ્યુકીટલ બ્યુરો ઓફ ફાર્મા, પી.એસ.યુ. ઓફ ઈન્ડીયા (બીપીપીઆઈ) દ્વારા શરૂ કરવામાં આવેલ જેનેરીક દવાઓના વેચાણમાં પણ પાંચ વર્ષમાં અધધધ વિકાસ જોવા મળ્યો છે. ઈ.સ. 2015-16માં દેશમાં માત્ર 240 સ્ટોર હતા. જ્યારે 31 ડીસેમ્બર 2021 સુધીમાં 8640 સ્ટોર થયા છે. ઇ.સ. 2015-16માં દેશમાં 12.16 કરોડની દવાનું વેચાણ થયું હતું. જ્યારે હાલમાં 652.67 કરોડની દવાઓ વેચાઈ રહી છે. જ્યારે શરૂઆત થઈ ત્યારે ઈ.સ. 2015-16માં દેશમાં 488 જેટલી દવાઓ ઉપલબ્ધ હતી જ્યારે હાલમાં 1691 જેટલી દવાઓ દર્દીઓ માટે જીવન સંજીવની બની ચૂકી છે અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું લોકાર્પણ થઈ ત્યારે તે ખરા અર્થમાં દર્દીનારાયણ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. દેશમાં કુલ 70 જેટલા ડીસ્ટ્રીબ્યુટર સુધી દવા પહોંચાડવા માટે સરકાર દ્વારા ખાનગી એજન્સી એથિક્સ ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે જેના ભારતમાં ચાર વેરહાઉસ છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ માન્યતા
સમગ્ર દેશમાં 8640 જનઔષધિ કેન્દ્રના માધ્યમથી જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત 1450થી વધુ દવા, 240થી વધુ સર્જીકલ સાધનો અને ક્ધઝયુમેબલનું વેચાણ થઈ રહ્યું છે જેને વૈશ્ર્વિક આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. જી.એમ.પી. તથા એન.એ.બી.એલ. ટેસ્ટેડ ગુણવત્તા સાથેની બ્રાન્ડેડ દવાઓ ખરા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે જીવન સંજીવની સાબિત થઈ રહી છે.બ્રાન્ડેડ દવાઓ કરતાં ખૂબ જ સસ્તી છતા ગુણવત્તામાં ઊંચી
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે બ્રાન્ડેડ દવાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે, પરંતુ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીઓને પણ સરકારી યોજનાનો શ્રેષ્ઠ લાભ અપાવ્યો છે ત્યારે તેમણે કેન્દ્ર સરકારના ફાર્માસ્યુકીટલ વિભાગને ધબકતો રાખીને બ્રાન્ડેડ દવાઓ કરતાં 50થી 90 ટકા સસ્તી અને તેમ છતાં ખૂબ ઉંચી ગુણવત્તાસભર દવાઓ બનાવવા માટે આહ્વાન કર્યા બાદ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રના માધ્યમથી દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાં પણ આ દવાઓ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ખાતે સૌથી મોટા વેરહાઉસ ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા કરશે એ ક્ષણ સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી બની જશે. આમ રાજકોટ ખાતે જેનેરીક દવાના સૌરાષ્ટ્રના સૌથી મોટા વેરહાઉસનું રવિવારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે તેના સંચાલક મનન લાલને પણ સૌએ શુભેચ્છા આપી છે અને રાજકોટમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ આ યુવાનને બિરદાવ્યો છે.સેનેટરી પેડ મળશે માત્ર એક રૂપિયામાં
તરૂણીઓ, યુવતીઓ, મહિલાઓને દર મહિને માસિકસ્ત્રાવ સમયે સેનેટરી પેડની જરૂરિયાત ઉભી થતી હોય છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ જૂના કપડાં કે અન્ય કોઈ નબળી ગુણવત્તાવાળા સેનેટરી પેડનો ઉપયોગ કરતી હોય છે ત્યારે જનઔષધિ પરિયોજના હેઠળ સેનેટરી પેડ માત્ર એક જ રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. મોંઘા ભાવના સેનેટરી પેડ કરતાં પણ વધુ સારી ગુણવત્તાવાળા સેનેટરી નેપકીન જનઔષધિ સુવિધા યોજના હેઠળ અપાનાર છે. જે નારી શક્તિ માટે ખૂબ ઉપયોગી અને આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થશે અને સ્ત્રી સશક્તિકરણનો હેતુ ખરા અર્થમાં સાર્થક થશે.સુગમ એપ્લીકેશનના માધ્યમથી નજીકના સ્ટોર વિશેની મળશે માહિતી
લોકો ઈમરજન્સી સમયે જેનેરીક દવા સ્ટોર શોધવો ન પડે અને તાત્કાલીક અસરથી પહોંચી શકાય તે માટે આરોગ્ય મંત્રાલયે જનઔષધિ સુગમ નામની એપ્લીકેશન લોન્ચ કરી છે. જેમાં લોકોના લોકેશન નજીક ક્યા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર આવેલું છે તે સ્થળનું નામ સર્ચ કરતાં જ તેની આસપાસ આવેલા સ્ટોર્સની વિગત આંગળીના ટેરવે મળી જશે. આ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર્સના માધ્યમથી ડાઉનલોડ કરી શકાશે.


