લીંબડી રાજકોટ હાઈવે પર બોડીયાના પાટીયા પાસે એસ.ટી. બસનુ ટાયર અચાનક ફાટતાં એક મુસાફર યુવતીને ઈજા પહોંચી હતી, જેમાં પોરબંદર કવાંટ રૂટની બસનું ટાયર ફાટતાં આ ઘટના સર્જાઈ હતી. ત્યારે ઈજાગ્રસ્ત ઈલાબેન અરવિંદભાઈ ઉંમર વર્ષ 21 ને પગે ઈજા પહોંચી છે, લીંબડી એસ.ટી.ડેપોના કર્મચારીના નટુભાઈ નાકીયાના ખાનગીમાં વાહનમાં સુરેન્દ્રનગર ડેપો મેનેજર અને લીંબડી ડેપો મેનેજર દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા અને સારવાર બાદ ઈલાબેનને પોતાના વતન જવા રવાના કરવામાં આવ્યા હતાં.
દિપકસિંહ વાઘેલા