વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું કે દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા લગાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાવાળી તસવીર શેર કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા બનીને તૈયાર થતી નથી, ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા આ સ્થાને રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જયંતી પર હોલોગ્રામ પ્રતિમાનું ઉદ્ધાટન કરીશ. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે એવા સમયે, જ્યારે સમગ્ર દેશ સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી મનાવી રહ્યો છે, મને એ વાતની જાણ કરતા ખુશી થઈ રહી છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમાં ઈન્ડિયા ગેટ મુકવામાં આવશે.