નરેશ પટેલને બુદ્ધિ આવી કે દાનત બગડી? ચર્ચાનો વિષય
નરેશ પટેલનું સગવગડિયું હૃદયપરિવર્તન
ખોડલધામમાં અન્ય સમાજનાં મહાપુરૂષોની પ્રતિમા સ્થપાશે
જો કે, સરપંચથી સાંસદ સુધી અન્ય સમાજને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ કે નહીં, એ વિશે ફોડ ન પાડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આજે રાજકોટ જિલ્લાના વીરપુર- કાગવડ ખાતે ખોડલધામને 5 વર્ષ પૂરાં થવાા પ્રસંગે તેમને સર્વ સમાજ યાદ આવ્યો છે. આ પૂર્વે તેમણે ગામેગામ ફરી લોકોને સંદેશો પાઠવ્યો હતો અને રાજકીય દૃષ્ટિએ તાગ મેળવ્યો હતો. એને લઇને આજે નરેશ પટેલે એવી જાહેરાત કરી હતી કે ખોડલધામ પરિસરમાં માત્ર પાટીદાર સમાજના જ નહીં, પણ અન્ય સમાજના મહાપુરુષોની પ્રતિમા પણ મૂકવામાં આવશે.

- Advertisement -
અહીં મોટો સવાલ એ થાય છે કે પાંચ વર્ષ પછી ખોડલધામ નરેશને અન્ય સમાજ કેમ યાદ આવ્યો? નરેશ પટેલે સરપંચથી સાંસદ સુધી અન્ય સમાજને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ કે નહીં એ વિશે પણ ફોડ પાડ્યો ન હતો. ખોડલધામની સ્થાપના થઇ ત્યારે માત્ર લેઉવા પટેલ સમાજની જ વાત હતી, ધીમે ધીમે આસ્થાના છત નીચે લેઉવા અને કડવા સમાજ લવ અને કુશ એક થયા અને પાટીદાર સમાજ એવું નામ જાહેર કરાયું. ત્યાર બાદ આજે સર્વ સમાજને પણ સાથે રાખીને ચાલવાની વાત થઈ છે. જો કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ જાણે નરેશ પટેલનું સગવડિયું હૃદયપરિવર્તન થઈ ગયું હોય અને તેને સર્વે સમાજનાં મહાપુરૂષો યાદ આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ વખત નરેશ પટેલે મગનું નામ મરી પાડ્યું છે, રાજકારણમાં પ્રવેશ કરીશું, પરંતુ કયા પક્ષ સાથે જશે એ તેઓ આગામી સમયમાં નક્કી કરીશે એવી વાતો થઈ રહી છે અને સમાજ કહેશે એ મુજબ રાજકારણમાં કઈ રીતે આગળ વધવું એનો નિર્ણય લેશો. પાટીદારોની ગુજરાતમાં વોટબેંક ખૂબ જ મોટી છે, પરંતુ અન્ય સમાજના ટેકા વગર ચૂંટણી જીતીને આગળ વધવું થોડું કઠિન છે, માટે અન્ય સમાજના લોકોને રીઝવવા ખોડલધામ પરિસરમાં પાટીદાર સિવાયના મહાપુરુષોની પણ પ્રતિમા મૂકીશું, એવો રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે ત્યારે ચર્ચાનો વિષય છે કે, નરેશ પટેલને બુદ્ધિ આવી છે કે પછી તેમની દાનત બગડી ગઈ છે?


