ક્વિક મેસેજિંગ એપ ટેલિગ્રામ અચાનક ડાઉન થઈ ગયું હતું . જેને એક્સેસ કરવામાં ખૂબ જ મુશ્કેલી આવી રહી હોવાથી યુઝર્સમાઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ફરિયાદ કરી હતી. ટેલિગ્રામના ડાઉન થવાથી ભારતમાં પણ અનેક યુઝર્સ પરેશાન થઈ ગયા હતા.
ટેલિગ્રામ ઑપન કરવા સાથે જ ટૉપ સ્ક્રીન પર અપડેટિંગ લખેલું આવ્યું હતું. . ટેલિગ્રામના ડાઉન રહેવાના રિપોર્ટની નોંધ ડાઉન ડિટેક્ટર સાઈટે પણ લીધી હતી.. આ સાઈટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ટેલિગ્રામ ભારતીય સમય મુજબ 8:19 કલાકથી એક્સેસ નહતું થઈ રહ્યું.
- Advertisement -
ટેલિગ્રામના ડાઉન રહેવા પર અનેક યુઝર્સ મીમ પણ ટ્વીટર પર શેર કરી રહ્યાં છે. રિપોર્ટ મુજબ, ટેલિગ્રામ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઠપ્પ થઈ ગયું છે. જો કે આ લખાય છે, ત્યાં સુધીમાં એપ્લિકેશન વ્યવસ્થિત કામ કરવા લાગી છે. જો કે હજુ પણ અનેક યુઝર્સ તેના ડાઉન રહેવાની ફરિયાદ કરી રહ્યાં છે.
જો કે કંપનીએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. ટેલિગ્રામ કેટલી વાર સુધીમાં તમામ યુઝર્સ માટે ઠીક થઈ જશે, તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી નથી મળી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વ્હોટ્સઅપની વિવાદિત પ્રાઈવસી પૉલિસીનો સૌથી વધુ ફાયદો ટેલિગ્રામને જ થયો હતો. ટેલિગ્રામ એપના ડાઉનલોડ નંબરમાં પણ ઘણો વધારો થયો હતો. ટેલિગ્રામના અનેક ફિચર્સ તેને વ્હોટ્સઅપ કરતાં વધારે અલગ બનાવે છે.
- Advertisement -
તાજેતરમાં જ ટેલિગ્રામે મેસેજ ટ્રાન્સલેશન ફિચર્સને ઉમેર્યું હતું. હજુ આ ફિચર્સ કોઈ પણ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ઉપલબ્ધ નથી. જેમાં યુઝર્સ મેસેજની અંદર જ કોઈ અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરી શકે છે