રાજકોટમાં આધુનિક ટેકનોલોજીથી તૈયાર થનાર લક્ષ્મીનગરનો અંડરબ્રીજ ટૂંક જ સમયમાં શરૂ થનાર છે. આ બ્રીજ શરૂ થતાં રાજકોટની પ્રજાને નવી સુવિધા મળશે. બ્રીજના કામને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આ બ્રીજની કામગીરીની સમીક્ષા કરવા મ્યુ. કમિશનર, મેયર, કમલેશ મિરાણી સહિતના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ બ્રીજ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે તેમ જણાવ્યું હતું. 24 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ બ્રીજ ટ્રાફિકની સમસ્યા હલ કરશે. આ બ્રીજ 300 મીટરની લંબાઈ અને 25 મીટરની પહોળાઈ ધરાવે છે.
લક્ષ્મીનગર અંડરપાસ, કાલાવડ રોડ અંડર પાસની તર્જ પર ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ બ્રીજને શહેરના પશ્ર્ચિમ વિસ્તારને મધ્યભાગ સાથે જોડવામાં આવ્યો છે. આ બ્રીજમાં વૈશાલીનગર-1, એરપોર્ટ રોડ, કિસાનપરા, શ્રેયસ સોસાયટી તરફ જવાના રસ્તા હશે.