સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા વડાપ્રધાન મોદીની મહત્ત્વની જાહેરાત, હવેથી 16 જાન્યુઆરીએ સ્ટાર્ટ-અપ ડે મનાવવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા હાકલ કરી હતી. દેશભરના સ્ટાર્ટઅપ્સ સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર્ટ-અપની સંસ્કૃતિને દેશના છેવાડાના ખૂણે-ખૂણે પહોંચે તે માટે 16 જાન્યુઆરીએ હવે તેને ‘નેશનલ સ્ટાર્ટ-અપ ડે’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોદીએ કહ્યું કે અમારો પ્રયાસ દેશમાં બાળપણથી જ વિદ્યાર્થીઓમાં ઈનોવેશનને આકર્ષવાનો છે.
નવીનતાને સંસ્થાકીય બનાવવા માટે. 9,000થી વધુ અટલ ટિંકરિંગ લેબ શાળાઓમાં બાળકોને નવીનતા લાવવા, નવા વિચારો પર કામ કરવા તક આપવામાં આવશે. મોદી સરકારની મુખ્ય પહેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયાના છઠ્ઠા વર્ષમાં કૃષિ, આરોગ્ય, એન્ટરપ્રાઈઝ સિસ્ટમ્સ, અવકાશ, ઉદ્યોગ 4.0, સુરક્ષા, ફિનટેક અને પર્યાવરણ સહિતના વિવિધ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. દેશના 150 સ્ટાર્ટઅપ્સને છ કાર્યકારી જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સના રેન્કિંગમાં વર્ષ 2015માં ભારત 81મા નંબરે હતું. હવે ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 46માં નંબર પર છે.


