ગાંધીનગર: રાજ્ય કેબિનેટે બુધવારે કોસ્ટલ હાઇવે વિકસાવવા માટે રૂ. 2,440 કરોડની રકમ મંજૂર કરી છે જે દરિયાકાંઠે આવેલા પ્રવાસીઓના હિતના સ્થળો સાથે વધુ સારી કનેકિટવિટી સુનિશ્ચિત કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) થી શબરી ધામ સુધી રૂ. 1,570 કરોડ્યા ખર્ચે નવો રોડ બનાવવામાં આવશે. નવા વર્ષમાં લેવાનારા પુલો – રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
રાજ્યમાં નવા પુલો અને રસ્તાઓના આવતા વર્ષના બજેટમાં લેવાનારા કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે, જે સંદર્ભે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં વિસ્તૃત બ્રિફિંગ થયું હતું.
- Advertisement -
દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી માડીને કચ્છના નારાયણ સરોવર સુધીના હયાત કોસ્ટલ હાઇ-વેની પહોળાઈ 10 મીટર વધારાશે અને 135 કિલોમીટરનો રસ્તો બનશે અને આ અપગ્રેડેશન પાછળ અંદાજે રૂ. 2,440 કરોડનો ખર્ચ થશે.
ડાંગના શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડી નવો 218 કિલોમીટરનો ટૂરિસ્ટ કોરિડોર ઊભો કરાશે, જેની પાછળ રૂ. 1,670 કરોડ ખર્ચાશે. ભરૂચના બ્રિજ ઉપરનો ટ્રાફિક હળવો કરવા મોટી કોરલ-નારેશ્વર નજીક રૂ. 300 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાશે. તદુપરાંત નેશનલ હાઇવે નંબર-8 ઉપર વડોદરા-સુરત વચ્ચે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ભારત સરકારે ઉભેણ ખાતે રૂ. 27 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ હાથ ઉપર લીધું છે.
- Advertisement -
કેબિનેટ બેઠકમાં નવી 1 હજાર એસટી બસો ખરીદવા અંગે ચર્ચા થઈ હતી. જોકે 2021-22ના ચાલુ વર્ષના બજેટમાં ફાળવાયેલા નાણાંથી એક હજાર બસો હજી રસ્તા ઉપર આવતાં એક વર્ષ લાગે તેમ છે. છતાં ટ્રાન્સપોર્ટ મંત્રી પૂર્ણેશ મોદી કહે છે કે, ચાલુ વર્ષે વધુ 1 હજાર નવી એસટી બસો ખરીદવાનો નિર્ણય લેવાયો છે, જે બસો પહેલી એપ્રિલ-2022 સુધીમાં રસ્તા ઉપર મુકાઈ જશે.
વાસ્તવમાં 2021-22ના બજેટની એક હજાર બસો આવતા 2022 નીકળી જશે અને મંત્રી જે નવી વધારાની બસોની વાત કરે છે તે 2022-23ના બજેટમાં ફાળવાશે, જેમાં હજી ટેન્ડરિંગ પણ થયું નથી. આ જે નવી વધારાની 1 હજાર બસો ખરીદાશે.