ડિમોલિશન દરમિયાન કરુણ દૃશ્યો સર્જાયા
42 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે કોઠારીયા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં આ સમય દરમિયાન હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. જેમાં એક મહિલાના કાંખમાં માસૂમ બાળક રડી રહ્યું હતું અને માતા પોતાના ઘરને નજર સામે પડતું જોઈ રહી હતી. જ્યાં તેણે જણાવ્યું હતું કે, સરકાર અમારો વર્ષો જૂનો આશરો છીનવી રહી છે.

- Advertisement -
ટાઉન પ્લાનીંગ વિભાગના જણાવ્યા મુજબ 14 હજારથી વધુ ચોરસ મીટરની જગ્યા ડીમોલેશન અંતર્ગત ખુલ્લી કરવામાં આવી છે. કુલ 74 જેટલા મકાનોનું ડીમોલેશન કરી 42 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. વર્ષોથી આ મામલે રહીશો અને મનપા વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. જે કેસ અંતર્ગત હાઇકોર્ટ દ્વારા આખરે મંજૂરી આપવામાં આવતા મનપા દ્વારા તમામ મકાનો પાડી નાખવામાં આવ્યા છે.
https://www.youtube.com/watch?v=z1zESTRyyQE
રહીશો અને મનપા વચ્ચે કેસ ચાલી રહ્યો હતો, હાઇકોર્ટ
મંજૂરી આપતા કોર્પોરેશને ગરીબોનાં મકાન પર બુલડોઝર ફેરવી દીધા
મંજૂરી આપતા કોર્પોરેશને ગરીબોનાં મકાન પર બુલડોઝર ફેરવી દીધા
મનપાએ ઘર ખાલી કરવા અગાઉ નોટિસ પાઠવી હતી
રાજકોટના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે કોઠારીયા વિસ્તારમા ટીપી રોડને લઈને 74 મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. મનપાના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ લોકોને જાણ કરવામાં આવી હતી. પરંતુ મકાન અને દુકાનો ખાલી કરાયાં નહોતાં, પરંતુ હાલ રસ્તા પર સ્થાનિકોએ સામાન મૂકી દીધો છે.
- Advertisement -



