ડેપ્યુટી કમિશનર આશિષકુમાર આજે પણ કહે છે કે, ‘અજમેરા વિરૂદ્ધ હજુ તપાસ ચાલે છે!’ વાસ્તવિકતા એ છે કે, મેયર અને કમિશનરની આગેવાનીમાં તપાસનું નાટક ચાલું છે!
જી. ડી. અજમેરાને બચાવવા માટે મ્યુનિસિપલ કમિશનરથી લઈને ડેપ્યુટી કમિશનર તથા મેયર સહિત અનેક અધિકારી- પદાધિકારી ઊંધા માથે
મેયરે પત્રકારોની હાજરીમાં ડંફાસો મારતાં જણાવ્યું કે ‘અજમેરા એજન્સી નિર્દોષ છે, મેં ઘણાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે વાત કરી!’ આટલી બધી મહેરબાનીનું કારણ શું?
- Advertisement -
વધુ મર્દાનગી છલકાતી હોય તો મેયરે અજમેરાનું PF સ્ટેટસ ચકાસવું જોઈએ: અજમેરાએ કર્મચારીઓનાં ખાતામાં કેટલું પ્રોવિડન્ટ ફંડ જમા કર્યું અને ESICનું સ્ટેટમેન્ટ તપાસી જુએ!
મેયરે સિલેકટેડ કર્મચારીઓને બોલાવીને અજમેરાની આબરૂ જાળવી લીધી: દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય તો કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં કર્મચારીઓનાં બેન્ક સ્ટેટમેન્ટ ચકાસી જુઓ, બધું સમજાઈ જશે.
- Advertisement -
‘કોણ તપાસ કરે છે?’ તેવા પ્રશ્ર્નનાં જવાબમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષકુમાર ગેંગેંફેંફેં: કહ્યું કે, ‘બધાં વિભાગોનાં લોકો સહિયારી તપાસ કરી રહ્યાં છે!’