ખાસ-ખબર સંવાદદાતા
વિકી કૌશલ અને કેટરિના કૈફને લગ્ન નિમિત્તે મિત્રો તરફથી મોંઘી ગિટ્સ મળી હોવાના દાવા કરતા સમાચાર પ્રગટ કરવામાં આવી રહૃાા છે. કેટલાંક ન્યૂઝ રિપોટર્સમાં એવું જાણવા મળી રહૃાું છે કે કેટરિના-વિકીને સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા અને રિતિક રોશન સહિતના લોકો તરફથી ગિફ્ટ મળી છે.

- Advertisement -
એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે સલમાન ખાને વિકી-કેટરિનાને રૂપિયા 3 કરોડની કિંમતની રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે. જ્યારે રણબીર કપૂરે 2.7 કરોડની કિંમતનો હીરાનો નેકલેસ ગિફ્ટ કર્યો છે.આ સિવાય શાહરુખ ખાને દોઢ લાખ રૂપિયાનું પેઈન્ટિંગ, અનુષ્કા શર્માએ 6 લાખના ડાયમંડના ઈયરરિંગ્સ, રિતિક રોશને રૂપિયા 3 લાખની કિંમતનું મોંઘું બાઈક વિકી કૌશલને ગિફ્ટ કર્યું.



