ગુજરાત સરકારના દેવામાં થયો ધરખમ વધારો, વ્યક્તિ દીઠ રૂ.45,000નો બોજોઃ પરેશ ધાનાણી
વર્ષ 2018માં દેશની કુલ જીડીપીના 70 ટકા દેવું હતું, જે 2020માં વધીને 75 ટકા અને વર્ષ 2021માં જીડીપીના 91 ટકા જેટલું પહોંચી જશે
અમદાવાદઃ ભાજપ સરકારનું ‘આત્મનિર્ભર’ અભિયાન છેતરપિંડી સમાન હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રૂ. 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. તેના લાભાર્થી કોણ અને કોને કેટલો લાભ થયો તે હજુ સુધી આર્થિક નિષ્ણાતો પણ શોધી શક્યા નથી. મોદી સરકારના છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં થયેલ નાણાંકીય છેતરપિંડીમાં રૂ. 3,40,299 કરોડ જેટલી અધધ રકમ ગાયબ થઈ છે.
સામાન્યવર્ગ, મધ્યમવર્ગ, વેપારી, ખેડૂતો, વિદ્યાર્થીઓ એક લાખ રૂપિયાની લોન માટે બેંકોના પગથિયાં ઘસી નાંખે તો પણ લોન મેળવે તો જંગ જીત્યા જેટલો આનંદ થાય. બીજી બાજુ બેંકોમાં રૂ. 3,50,000 કરોડની નાણાંકીય ગેરરીતિ કોણ છે આ છેતરપિંડી અને ઉચાપત કરનારાઓ? છેલ્લા પાંચ વર્ષમાં કોણ આપી રહ્યું છે આ ઉચાપત કરનારા આર્થિક ગુનેગારોને રક્ષણ ?
- Advertisement -
રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ગ્રાહકોને સર્વિસ-સુવિધા અને મેઈન્ટેનન્સ ચાર્જીસ પેટે રૂ.15,000 કરોડ જેટલી માતબર રકમ છેલ્લા ચાર વર્ષમાં ગ્રાહકો પાસેથી વસુલવામાં આવી છે ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, કેન્દ્રીય નાણા મંત્રાલયના આયોજનબદ્ધ લૂંટતંત્ર પર આકરાં પ્રહાર કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મીનીમમ બેલેન્સ મેઈન્ટેઈન ન કરી શકનાર ખાતેદારો પાસેથી રૂ. 9,000 કરોડ અને એટીએમ ચાર્જીસ પેટે રૂ. 6,000 કરોડ જેટલી માતબર રકમ વસુલી છે. એટીએમ ટ્રાન્ઝેકશન અને ડેબીટ કાર્ડની મેઈન્ટેનન્સ ફી પેટે 2019-20ના એક જ વર્ષમાં રૂ. 268 કરોડ પંજાબ નેશનલ બેંકે વસુલ્યા. એક તરફ બેંકો જુદા-જુદા સર્વિસ ચાર્જીસના નામે સામાન્ય અને મધ્યમ વર્ગ પાસેથી રૂ. 15,000 કરોડ રૂપિયા જેટલી રકમ છેલ્લા ચાર વર્ષમાં વસુલી છે.
બીજીબાજુ, કેન્દ્રની ભાજપ સરકારે રૂ. 6,60,000 કરોડ રૂપિયા જેટલી અધધ રકમ માનીતા ઉદ્યોગપતિઓની માફ કરી દીધી છે. મોદી સરકારમાં વર્ષ 2013-14ની રૂ. 2,50,000 કરોડ એનપીએ વધીને વર્ષ 2018-19માં રૂ.11,73,000 કરોડ એટલે કે 600%નો અધધ વધારો! કારમી મોંઘવારી અને મંદીનો ભોગ બની રહેલી ભારતીય અર્થતંત્ર કોરોના મહામારીમાં મોદી સરકારની નીતિઓથી મહાકાય મુશ્કેલીમાં મુકાઈ ગયું છે ત્યારે સામાન્ય-મધ્યમવર્ગ, ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવાની માંગ કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા સામે ગંભીર આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિ ઉભી થઈ છે.
કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓ-પગલાંને લીધે વર્ષ 2018માં દેશની કુલ જીડીપીના 70 ટકા દેવું હતું, જે 2020માં વધીને 75 ટકા અને વર્ષ 2021માં જીડીપીના 91 ટકા જેટલું પહોંચી જશે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાતનું દેવું માર્ચ-2019 સુધીનું રૂ. 2,88,910 કરોડ છે. કોરોના મહામારીના સમયે દેશના દરેક વ્યક્તિને સરેરાશ રૂ. 27 હજારનું નુકસાન જ્યારે ગુજરાતમાં વ્યક્તિદીઠ રૂ. 45,018નું નુકસાન થયું છે.ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ 20 લાખ કરોડ અને ગુજરાત સરકારે જાહેર કરેલ રૂ. 14,000 કરોડનું આત્મનિર્ભર પેકેજ મૃગજળ સાબિત થઈ રહ્યું છે. ઉદ્યોગપતિઓ-ઉદ્યોગગૃહો માટે તિજોરી ખુલ્લી મુકનાર અને સરકારી સંસાધનો લુંટાવનાર ભાજપ સરકાર કોરોના મહામારીમાં સામાન્ય-મધ્યમવર્ગ-ખેડૂતોને સીધી આર્થિક મદદ કરે તેવી કોંગ્રેસપક્ષની માંગ છે.
- Advertisement -
ભાજપ સરકારનું ‘આત્મનિર્ભર’ અભિયાન છેતરપિંડી સમાન હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રૂ. 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. તેના લાભાર્થી કોણ અને કોને કેટલો લાભ થયો તે હજુ સુધી આર્થિક નિષ્ણાતો પણ શોધી શક્યા નથી. મોદી સરકારના (Modi Government) છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં થયેલ નાણાંકીય છેતરપિંડીમાં રૂ. 3,40,299 કરોડ જેટલી અધધ રકમ ગાયબ થઈ છે.
એટીએમ ટ્રાન્ઝેકશન અને ડેબીટ કાર્ડની મેઈન્ટેનન્સ ફી પેટે 2019-20ના એક જ વર્ષમાં રૂ. 268 કરોડ પંજાબ નેશનલ બેંકે વસુલ્યા. એક તરફ બેંકો જુદા-જુદા સર્વિસ ચાર્જીસના નામે સામાન્ય અને મધ્યમ વર્ગ પાસેથી રૂ. 15,000 કરોડ રૂપિયા જેટલી રકમ છેલ્લા ચાર વર્ષમાં વસુલી છે.
બીજીબાજુ, કેન્દ્રની ભાજપ સરકારે રૂ. 6,60,000 કરોડ રૂપિયા જેટલી અધધ રકમ માનીતા ઉદ્યોગપતિઓની માફ કરી દીધી છે. મોદી સરકારમાં વર્ષ 2013-14ની રૂ. 2,50,000 કરોડ એનપીએ વધીને વર્ષ 2018-19માં રૂ.11,73,000 કરોડ એટલે કે 600%નો અધધ વધારો! કારમી મોંઘવારી અને મંદીનો ભોગ બની રહેલી ભારતીય અર્થતંત્ર કોરોના મહામારીમાં મોદી સરકારની નીતિઓથી મહાકાય મુશ્કેલીમાં મુકાઈ ગયું છે ત્યારે સામાન્ય-મધ્યમવર્ગ, ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવાની માંગ કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા સામે ગંભીર આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિ ઉભી થઈ છે.
કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓ-પગલાંને લીધે વર્ષ 2018માં દેશની કુલ જીડીપીના 70 ટકા દેવું હતું, જે 2020માં વધીને 75 ટકા અને વર્ષ 2021માં જીડીપીના 91 ટકા જેટલું પહોંચી જશે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાતનું દેવું માર્ચ-2019 સુધીનું રૂ. 2,88,910 કરોડ છે. કોરોના મહામારીના સમયે દેશના દરેક વ્યક્તિને સરેરાશ રૂ. 27 હજારનું નુકસાન જ્યારે ગુજરાતમાં વ્યક્તિદીઠ રૂ. 45,018નું નુકસાન થયું છે.