ઇન્ડોનેશિયામાં સેમેરૂ નામનો સક્રિય જ્વાળામુખી પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠતાં 15 લોકોના મોત નિપજ્યા હતા અને 98 ઇજાગ્રસ્ત થયા હતાં. ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ રવિવારે કહેતાં ઉમેર્યું હતંં કે આ ઘટનામાં એક ડઝન લોકોને ઇજા પણ થઇ હતી. બચાવ ટુકડીના જવાનોએ આ દુર્ઘટનામાં ફસાઇ ગયેલા 10 લોકોને બચાવી લઇ તેઓને સલામત સ્થળે ખસેડી લીધા હતા.
ઇન્ડોનેશિયાનો સૌથી ઉંચો ગણાતો સેમેરૂ જ્વાળામુખી જાવાની પૂર્વ દિશામાં આવેલા એક રાજ્યમાં આવેલા છે જે શનિવારે પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠયો હતો જેના પગલે તેમાંથી વિકરાળ આગની જ્વાળાઓ લપકા મારતી જોવા મળી હતી.