મોદી સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત વિપક્ષના દિગ્ગજ શરદ પવાર, પ્રિયંકા ચતુર્વેદી, કન્નીમોઝી સહિતના સાંસદોનું ભાવી દાવ પર
ચૂંટણી પહેલાં પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ સહિતના 10 રાજ્યમાં પહેલા રાજ્યસભા ચૂંટણી યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં એક તરફ પાંચ રાજયોની લોકસભા ચૂંટણીઓની આગામી માસમાં જાહેરાત થઈ શકે છે તે સમયે ચૂંટણી પંચે 10 રાજયોની 37 રાજયસભા બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી છે અને તે 16 માર્ચે યોજાશે.
આ બેઠકોમાં મહારાષ્ટ્રની સાત, પશ્ર્ચિમ બંગાળ અને બિહારની પાંચ-પાંચ બેઠકો પર જયારે ઓડીસામાં ચાર, તામિલનાડુમાં છ, આસામમાં ત્રણ અને છતીસગઢ, હરિયાણા તથા તેલંગાણાની બે અને હિમાચલ પ્રદેશની એક બેઠક પર મતદાન યોજાશે.
આ બેઠકોમાં અનેક દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે અને તેથી તે બેઠકો પર ફરી તેમને ચૂંટણી લડવા જે તે પક્ષ આપે છે કે કેમ તેના પર નજર છે. તા.2 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે ખાલી થઈ રહેલી બેઠકો પર તા.26 ફેબ્રુ.એ ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ થશે અને 5 માર્ચ સુધી ભરી શકાશે અને 16 માર્ચે મતદાન યોજાશે.
તે દિવસે મતગણતરી થશે જે દિગ્ગજોની મુદત પુરી થઈ રહી છે તેમાં એનસીપીના વડા શરદ પવાર, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રિયંકા ચતુવેદી, ડીએમકેના કન્નીમોઝી, રાજયસભાના નાયબ અધ્યક્ષ હરિવંશ નારાયણસિંહનો સમાવેશ થાય છે.
મોદી સરકારના છ કેન્દ્રીય મંત્રીઓ ચાલુ વર્ષમાં રાજયસભામાં તેમની મુદત પુરી થશે પરંતુ તેમાં રામનાથ ઠાકુર, રામદાસ અગ્રવાલને ફરી એક વખત આ ચૂંટણીમાં જવું પડશે જયારે હજુ રવનીતસિંહ બિટ્ટુનું કાર્યકાળ 21 જૂન, જયોર્જ કુરીયનનો તા.26 જૂન અને હરદીપપુરી તથા બી.એલ.વર્માનો કાર્યકાળ 25 નવેમ્બરે પુરો થાય છે.
સૌથી નોંધપાત્ર એ છે કે કોંગ્રેસના અભિષેક મનુ સિંધવી પણ નિવૃત થઈ રહ્યા છે તો બિહારમાંથી ઉપેન્દ્ર કુશવાહા પણ આ સમયગાળા દરમ્યાન જ નિવૃત થશે. તા.9 એપ્રિલ સુધીમાં જેમની મુદત પુરી થાય છે તેમની બેઠકની ચૂંટણીઓ યોજાશે.



