ટેક્સપેયરના ₹100માંથી 25 વ્યાજમાં: દેવાના વિષચક્રમાંથી બહાર આવવાનો પડકાર
ફિસ્કલ સ્લિપેજનું જોખમ ઘટાડી શિક્ષણ-સ્વાસ્થ્યમાં રોકાણ વધારવાની સરકાર પાસે માંગ
ભારતીય લોકશાહીમાં બજેટ માત્ર આવક-જાવકનો હિસાબ નથી, પરંતુ દેશની આર્થિક-રાજકીય દિશા અને સરકારની પ્રાથમિકતાઓ બતાવતો મહત્વનો દસ્તાવેજ છે. સવારના અખબારથી લઈને ચાના સ્ટોલ સુધી તે લોકોમાં અપેક્ષા જગાડે છે. ફેબ્રુઆરીમાં નાણામંત્રી વહી-ખાતા ખોલે ત્યારે તેની અસર શેરબજારથી લઈને ગામડાં અને મધ્યમવર્ગના રસોડા સુધી પડે છે. કોઈને ટેક્સમાં રાહત જોઈએ છે, કોઈને મોંઘવારીમાંથી રાહત. બજેટ 2026નો મૂળ પ્રશ્ર્ન એ રહેશે કે તે ફક્ત આંકડામાં વૃદ્ધિ બતાવશે કે ખરેખર સામાન્ય માણસની ખરીદશક્તિ વધારશે.
રાજકીય અર્થશાસ્ત્ર: જનમત અને વિકાસ વચ્ચેનું સંતુલન
બજેટ હંમેશા ’ઙજ્ઞહશશિંભફહ ઊભજ્ઞક્ષજ્ઞળુ’ દ્વારા સંચાલિત હોય છે. અહીં અર્થશાસ્ત્રના નિયમો ઘણીવાર રાજકીય જરૂરિયાતો સામે નમે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ‘સપ્લાય સાઈડ ઇકોનોમિક્સ’ પર ભાર જોયો છે-એટલે કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવો જેથી રોકાણ વધે.
પરંતુ, રાજકીય ગણિત હવે ’ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર’ (ઉઇઝ) અને કલ્યાણકારી યોજનાઓ તરફ ઝૂકી રહ્યું છે.
સરકાર સામે પ્રશ્ર્ન એ છે કે શું તે મતો મેળવવા માટે ‘રેવડી’ (ઋયિયબશયત) વહેંચશે કે પછી લાંબા ગાળાના એસેટ ક્રિએશનમાં રોકાણ કરશે? 2026નું બજેટ જો આ બે અંતિમો વચ્ચે સંતુલન નહીં જાળવે, તો તે માત્ર એક રાજકીય દાવપેચ બનીને રહી જશે.
- Advertisement -
માત્ર વિઝન નહીં, પણ એક્ઝિક્યુશન પર ભાર; ભવિષ્યની પેઢી માટે મજબૂત પાયો
આવક અને ખર્ચનું અટપટું ગણિત
સરકારના બજેટનું ગણિત પણ મધ્યમ વર્ગના ઘર જેવું જ છે. આવકના સ્ત્રોત તરીકે જીએસટી, ઇનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ મુખ્ય છે, પરંતુ જ્યારે ખર્ચ આવક કરતા વધી જાય ત્યારે સરકારે પણ દેવું (ઇજ્ઞિજ્ઞિૂશક્ષલ) કરવું પડે છે.
ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ): ઉધારનું અર્થતંત્ર
કોઈપણ બજેટનું હૃદય તેની ’ફિસ્કલ ડેફિસિટ’ છે. સરળ ભાષામાં કહીએ તો, જ્યારે સરકારની કમાણી કરતા ખર્ચ વધી જાય, ત્યારે જે તફાવત રહે તેને ખાધ કહેવાય.
ફિસ્કલ ડેફિસિટ અને વ્યાજનું ભારણ (ઈંક્ષયિંયિતિં ઇીમિયક્ષ), સરકારનો કુલ ખર્ચ અને કમાણી વચ્ચેની ખાઈ સમજવા માટે આ આંકડો મહત્વનો છે. ભારત સરકાર તેની કુલ આવકનો અંદાજે 20% થી 25% હિસ્સો માત્ર અગાઉ લીધેલી લોનનું વ્યાજ ચૂકવવામાં ખર્ચે છે. આનો અર્થ એ થયો કે ટેક્સપેયરના દર 100 રૂપિયામાંથી 25 રૂપિયા તો સીધા વ્યાજમાં જાય છે. જો બજેટ 2026માં ખાધ પર કાબૂ નહીં મેળવાય, તો શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા પાયાના ક્ષેત્રો માટે સરકાર પાસે પૈસા ઘટશે. આને અર્થશાસ્ત્રમાં ’ફિસ્કલ સ્લિપેજ’નું જોખમ કહેવાય છે.
કેપિટલ એક્સપેન્ડિચર (ઈફાયડ્ઢ), સરકારે હાઈવે અને રેલવેમાં મોટું રોકાણ કર્યું છે, જે માટે બજારમાંથી મોટું દેવું લીધું છે. તર્ક એવો છે કે આજે બનાવેલો રસ્તો આવતીકાલે ટોલ અને ટેક્સ દ્વારા કમાણી કરાવશે. પણ જોખમ એ છે કે જો આ ખર્ચ સામે રોજગાર નિર્માણ અને વપરાશ (ઈજ્ઞક્ષતીળાશિંજ્ઞક્ષ) નહીં વધે, તો દેશ દેવાના વિષચક્રમાં ફસાઈ શકે છે.
બજેટ 2026ની કસોટી
શું સરકાર રાજકોષીય ખાધને ૠઉઙના 4.5% થી નીચે લાવવાના લક્ષ્યને વળગી રહેશે? જો સરકાર વધુ પડતું ઉધાર લેશે, તો પ્રાઈવેટ સેક્ટર માટે લોન મોંઘી થશે (ઈજ્ઞિૂમશક્ષલ જ્ઞીિં યરરયભિ)ં, જે અંતે વિકાસને રૂંધશે.
આવક અને ખર્ચનું સંતુલન
આવક અને ખર્ચનું સંતુલન, અહીં રાજકીય ફિલોસોફી દેખાય છે. કોઈ સરકાર વેલ્ફેર પર ભાર મૂકે, કોઈ ગ્રોથ પર. આ સંતુલન જ બજેટનો આત્મા છે.
વર્તમાન આર્થિક સ્થિતિમાં સૌથી મોટી ચિંતા અસમાનતાની છે. ‘ઊં-જવફાયમ’ રિકવરીનો અર્થ જ એ છે કે અર્થતંત્રના અલગ અલગ વર્ગો માટે વૃદ્ધિનો માર્ગ જુદો છે. એક તરફ પ્રીમિયમ કાર અને લક્ઝરી ફ્લેટ્સનું વેચાણ રેકોર્ડ સ્તરે છે, જ્યારે બીજી તરફ એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર અને ગ્રામીણ વપરાશ (ઋખઈૠ)માં સ્થિરતા કે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે ઉપરના 10% લોકોની આવક વધી છે, પરંતુ નીચેના 50% લોકોની ખરીદશક્તિ ઘટી છે. આવી પરિસ્થિતિમાં બજેટે ‘માસ ક્ધઝપ્શન’ વધારવા માટે નીચલા અને મધ્યમ વર્ગના હાથમાં રોકડ (ઈફતવ-શક્ષ-વફક્ષમ) મૂકવી પડશે, જેથી બજારમાં વપરાશ વધે અને અર્થતંત્રને વેગ મળે.
આ પરિસ્થિતિ સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો છે મધ્યમ વર્ગનો ‘મૌન અસંતોષ’. ભારતનો મધ્યમ વર્ગ દેશની આર્થિક કરોડરજ્જુ ગણાય છે, છતાં બજેટના ઇતિહાસમાં તે સૌથી વધુ ઉપેક્ષિત રહ્યો હોવાની લાગણી પ્રબળ છે. ટેક્સનું ભારણ તેની મુખ્ય ફરિયાદ છે. એક તરફ કોર્પોરેટ જગતને વિવિધ રાહતો મળે છે, બીજી તરફ ગરીબોને અનાજ અને સબસિડી દ્વારા સહાય મળે છે, પરંતુ પગારદાર મધ્યમ વર્ગ ‘ન્યૂ ટેક્સ રિજીમ’ અને ‘ઓલ્ડ ટેક્સ રિજીમ’ના જાળામાં ફસાયેલો અનુભવ કરે છે.
મોંઘવારી અને રાહત વચ્ચેનું અંતર પણ મધ્યમ વર્ગ માટે ચિંતાજનક છે. 2021 થી 2026 વચ્ચે જીવનનિર્વાહનો ખર્ચ (ઈજ્ઞતિં જ્ઞર કશદશક્ષલ) નોંધપાત્ર રીતે વધ્યો છે, પરંતુ ટેક્સ સ્લેબમાં તે પ્રમાણમાં ફેરફાર થયો નથી. પરિણામે મધ્યમ વર્ગનો મોટો હિસ્સો એવું અનુભવે છે કે તે માત્ર સરકારની તિજોરી ભરવાનું સાધન બની ગયો છે, જ્યારે બદલામાં તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ કે આરોગ્ય સેવાઓ મફતમાં મળતી નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં બજેટ 2026 પાસેથી અપેક્ષાઓ પણ વધી છે. ‘સ્ટાન્ડર્ડ ડિડક્શન’ની મર્યાદા વધારવી અને હોમ લોનના વ્યાજ પર વધુ છૂટ આપવી હવે લક્ઝરી નહીં પરંતુ જરૂરિયાત તરીકે જોવામાં આવે છે. સાથે સાથે ટેક્સના માળખામાં પણ ફેરફારની માંગ ઉઠી રહી છે. સૌથી મોટી અપેક્ષા એ છે કે સરકાર ‘ન્યૂ ટેક્સ રિઝીમ’ને વધુ આકર્ષક બનાવે. વર્તમાન આર્થિક સંજોગોને જોતા એવી પ્રબળ શક્યતા અને માંગ છે કે વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા મધ્યમ વર્ગ માટે ટેક્સના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવે.
ખાસ કરીને નીચલા સ્લેબમાં ફેરફાર કરીને કરમુક્ત આવકની મર્યાદા વધારવામાં આવે તો સામાન્ય નોકરિયાત વર્ગના હાથમાં બચત માટે વધુ નાણાં રહી શકે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા, જે અત્યારે 75,000 રૂપિયાની આસપાસ છે, તેને વધારીને 1 લાખ રૂપિયા સુધી લઈ જવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી મોંઘવારી સામે લડવા માટે પગારદાર વર્ગને સીધો ટેકો મળી શકે.
મધ્યમ વર્ગ માટે આ એક સીધી ‘ગણિત’ની બાબત પણ છે. જો સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹50,000 થી વધારીને ₹1,00,000 કરે, તો સરેરાશ મધ્યમ વર્ગના પરિવારને વાર્ષિક ₹10,000 થી ₹15,000 ની સીધી બચત થઈ શકે છે. આ બચેલા પૈસા ફરીથી બજારમાં વપરાશ તરીકે આવશે, જે અંતે ૠઉઙને જ વેગ આપશે. (અનુસંધાન પાના નં.16)
’ઊં-જવફાયમ’ રિકવરી અને વધતી અસમાનતા: અર્થતંત્રના બે વિરોધાભાસી ચહેરા : લક્ઝરી કારના વેચાણમાં રેકોર્ડ, પણ ગ્રામીણ વપરાશમાં ઘટાડો; બજેટે ઉકેલવો પડશે કોયડો
- Advertisement -
મધ્યમ વર્ગનો ‘મૌન અસંતોષ’: શું નાણામંત્રી ટેક્સના ભારણમાંથી આપશે મુક્તિ? કોર્પોરેટને રાહત અને ગરીબોને સહાય વચ્ચે અટવાયેલો પગારદાર વર્ગ
પાંચ વર્ષના લેખાજોખા: વચનો વધારે કે પરિણામ?
છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક સુધારાના મોટા દાવા થયા છે. ન્યૂ ટેક્સ રિઝીમ અને ડિજિટલ ફાઇલિંગ જેવી વ્યવસ્થાઓને ‘સરળીકરણ’ તરીકે રજૂ કરવામાં આવી, છતાં મધ્યમ વર્ગ માટે ટેક્સ પ્લાનિંગ આજે પણ ગૂંચવણ છે. પોર્ટલ આધુનિક બન્યા હશે, પણ નોટિસ અને સ્ક્રુટિનીનો ભય યથાવત છે – એટલે વિશ્વાસનો અભાવ હજી દૂર થયો નથી.
ૠજઝને ‘વન નેશન, વન ટેક્સ’ તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યું, પરંતુ નાના વેપારીઓ માટે તે ‘વન નેશન, મેની હેડેક્સ’ સાબિત થયું. દર મહિને રેકોર્ડ કલેક્શન સરકારની સિદ્ધિ ગણાય, પણ વેપારી માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને રિટર્ન ફાઇલિંગનો ભાર ઓછો થયો નથી. જો 2026માં પણ સ્લેબ સરળીકરણ ન થાય, તો ‘ઊફતય જ્ઞર ઉજ્ઞશક્ષલ ઇીતશક્ષયતત’ માત્ર સ્લોગન બની રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેખાતી ચમક અને જમીન પરની હકીકત વચ્ચે તફાવત છે. એક્સપ્રેસવે ચમકે છે, પરંતુ સ્થાનિક પ્રોજેક્ટ્સ વર્ષોથી અટવાયેલા છે. મોટા કોન્ટ્રાક્ટ્સ થોડા કોર્પોરેટ્સ સુધી મર્યાદિત રહેતા હોવાની ટીકા સતત સાંભળાય છે.
ખજખઊ સેક્ટર – જે રોજગારનું સૌથી મોટું સ્ત્રોત છે – તેને નીતિમાં વખાણ મળે છે, પણ વ્યવહારમાં અવરોધો. કોલેટરલ વગર લોન મેળવવી હજી પણ કપરું છે. ખજખઊને વાસ્તવિક સહારો વગર ગ્રોથના આંકડા બેરોજગારી ઘટાડશે નહીં.
ૠઉઙ 7% હોય તો પણ જો રોજગાર ન વધે, તો તેને વિકાસ નહીં, અસંતુલન કહેવાય. ઙકઈંનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે – મધ્યમ ઉદ્યોગો સુધી તેનો વ્યાપ વધારવો જરૂરી છે.
કૃષિમાં ફાળવણી મોટી છે, પણ તેનો મોટો હિસ્સો સબસિડીમાં વહી જાય છે. ઈનોવેશન અને સ્ટોરેજમાં રોકાણ વગર ખેડૂતની આવક બમણી થવાની વાત વચનથી આગળ વધી શકતી નથી. ફાર્મ-ટુ-ફોર્ક ચેઈન મજબૂત કર્યા વગર ખેડૂત અને ગ્રાહક બંને દબાણમાં જ રહેશે.
આગામી બજેટ અપેક્ષા:
સુધારા નહીં, હવે રાહત જોઈએ
ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં)ના યુગમાં ભારત પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે ત્યારે બજેટ 2026માં ડિજિટલ ઇકોનોમી માટે ખાસ અને સ્પષ્ટ જોગવાઈઓની અપેક્ષા સ્વાભાવિક છે. સરકાર હવે માત્ર ‘ડિજિટલ ઇન્ડિયા’ના નારાથી આગળ વધીને વાસ્તવિક માળખાકીય રોકાણ તરફ વધે એવી આશા છે. એઆઈ રિસર્ચ, સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ડેટા સેન્ટર્સ માટે મોટા પ્રોત્સાહનો જાહેર થાય તો ભારત ગ્લોબલ ટેક સ્પર્ધામાં વધુ મજબૂત રીતે ઉભું રહી શકે.
આ સાથે ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ હોલિડેની મર્યાદા વધારવી અને એઆઈ આધારિત કૌશલ્ય વર્ધક (જસશહહ ઉયદયહજ્ઞાળયક્ષિ)ં કાર્યક્રમો માટે વિશેષ ફંડ ફાળવવું સમયની માંગ બની ગયું છે.
જો ભારત ખરેખર ગ્લોબલ ટેક હબ બનવા માંગતું હોય, તો ગ્રામીણ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સાયબર સિક્યોરિટીના મજબૂત માળખા માટે બજેટમાં પૂરતી અને નિર્ધારિત ફાળવણી અનિવાર્ય બને છે. આ પ્રકારનું રોકાણ માત્ર આધુનિકતા માટે નહીં, પરંતુ ભવિષ્યમાં લાખો ટેક-આધારિત રોજગારી સર્જવાનો પાયો બની શકે છે.
પરંતુ બીજી તરફ, બજેટ 2026 પાસેથી સામાન્ય લોકોની અપેક્ષા માત્ર ટેકનિકલ સુધારાઓ સુધી સીમિત નથી. તેઓ હવે સીધી અને સ્પર્શી શકાય એવી આર્થિક રાહત ઈચ્છે છે. મોંઘવારી જે ગતિએ વધી રહી છે, તેના કારણે મધ્યમ વર્ગ પર સતત દબાણ છે અને તેમની એક જ સ્પષ્ટ રજૂઆત છે – હાથમાં ખર્ચવા માટે વધુ નાણાં બચે.
આ પરિસ્થિતિમાં ઇનકમ ટેક્સના સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો, સિનિયર સિટિઝન્સ માટે ખાસ છૂટછાટ અને ટેક્સ સ્લેબમાં વાસ્તવિક અને અર્થપૂર્ણ ફેરફાર અત્યંત જરૂરી બને છે. પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા પરિવારો માટે હોમ લોનના વ્યાજ પર મળતી કપાતની મર્યાદા વધારવી રિયલ એસ્ટેટ સેક્ટર અને સામાન્ય નાગરિક – બંને માટે ઓક્સિજન સમાન સાબિત થઈ શકે છે.
બેંકની કતારોમાં, ઓફિસની કેન્ટીનમાં કે દૈનિક જીવનની વાતચીતમાં થતી ચર્ચાઓ બજેટની સાચી તસવીર રજૂ કરે છે. લોકો હવે માત્ર મોટી જાહેરાતોથી પ્રભાવિત થતા નથી; તેઓ સુવિધા અને ખર્ચની તુલના કરે છે, ગણિત કરે છે અને સવાલ પણ પૂછે છે. રોડ તો સારા બન્યા છે, પણ ટોલ ટેક્સમાં આટલો વધારો કેમ? અથવા શેરબજારમાં તેજી એટલે અર્થતંત્રમાં તેજી એવું માનવું કેટલું યોગ્ય? – આવા સવાલો જાગૃત નાગરિકતાની નિશાની છે.
બજેટ 2026 માટે ખરેખર કસોટી એ રહેશે કે તે આંકડાકીય તેજસ્વિતા અને બજારની ઉત્સુકતા પાર કરીને સામાન્ય નાગરિકના દૈનિક જીવનમાં સ્પર્શી શકાય એવો ફેરફાર લાવે છે કે નહીં. આર્થિક વૃદ્ધિનો અર્થ માત્ર ૠઉઙના ટકા કે શેરબજારના સૂચકાંકો સુધી સીમિત રહી શકતો નથી; તેની સાચી અસર ત્યારે મપાશે જ્યારે મધ્યમવર્ગની ખરીદશક્તિ વધે, ઘરેલુ ખર્ચનો દબાણ ઘટે અને ટેક્સ વ્યવસ્થા વધુ પારદર્શક તથા ન્યાયસંગત બને. જો સરકાર ફિસ્કલ ડેફિસિટનો ભાર આવનારી પેઢીઓ પર મૂકે છે, તો તેના બદલામાં તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગારની તકો અને જીવનની સુરક્ષા આપવી એ માત્ર નીતિ નહીં, નૈતિક ફરજ બને છે. આજનો મતદાર અને કરદાતા ‘વિઝન’ કરતાં વધુ ‘એક્ઝિક્યુશન’ અને તાત્કાલિક રાહત જોઈ રહ્યો છે-એવો વિકાસ, જે દેશને જ નહીં, દેશવાસીઓને પણ આગળ ધપાવે. તેથી હવે સમય છે કે વૃદ્ધિની વ્યાખ્યા આંકડાઓની ચમકમાંથી બહાર આવીને જીવનની ગુણવત્તા, માનવીય સુખાકારી અને આર્થિક ન્યાય સાથે સાચે જોડાય.
જોવાનું એ રહે કે બજેટની આ આંકડાકીય માયાજાળ વિકાસની હરણફાળ વચ્ચે પણ સામાન્ય માણસની ખેંચતાણ બનીને ન રહી જાય..



