નીતિ, સંસ્કૃતિ અને સભ્યતાનું સંગમ બન્યો સુરત લિટરેચર ફેસ્ટિવલ
‘ભારત 2047’ના વિચારોનું મહામંચ બન્યું સુરત લિટરેચર ફેસ્ટિવલની સફળ સમાપ્તિ
- Advertisement -
સુરતને બૌદ્ધિક અને સાંસ્કૃતિક સંવાદના રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સંપન્ન થઈ. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ મહોત્સવમાં ’ભારત2047’ની ખ્યાલ પર આધારિત સત્રોની શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સંપન્ન થઈ. ત્રણ દિવસ સુધી ચાલેલા આ આયોજનમાં નીતિ નિર્માતાઓ, રક્ષા નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલા વ્યક્તિઓએ ગહન ચર્ચા, વિચાર-વિમર્શ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મહોત્સવે ફરી એકવાર સુરતને મહાનગરોથી વિચાર અને જાહેર સંવાદના રાષ્ટ્રીય મંચ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસને આગળ વધાર્યો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ મહોત્સવમાં ’ભારત2047’ની ખ્યાલ પર આધારિત સત્રોની શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધી રહેલા ભારતની લાંબાગાળાની રાષ્ટ્રીય યાત્રાને ધ્યાનમાં રાખીને શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, સભ્યતાગત ઓળખ, મહિલા નેતૃત્વ, ટેકનોલોજી, સિનેમા અને સંસ્થાકીય સુધારા જેવા વિષયો પર ચર્ચા થઈ, જે મહોત્સવના બહુ-વિધ સ્વરૂપને દર્શાવે છે.
- Advertisement -
પ્રથમ દિવસ : રાષ્ટ્રીય સુરક્ષા, રણનીતિ અને સાંસ્કૃતિક આધાર
મહોત્સવનો શુભારંભ પ્રાર્થના અને ઉદ્ઘાટન સમારોહ સાથે થયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના શુકમુનિ દાસજી સ્વામી, ભારત સરકારના અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા, પૂર્વ ઈંઅજ અધિકારી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ ઝા, તથા સ્તંભકાર અને સામાજિક ચિંતક ડો. ગોપાલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ આત્મવિશ્વાસુ અને આત્મ-જાગૃત સમાજના નિર્માણમાં વિચાર, સંસ્કૃતિ અને સંવાદની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (ઉછઉઘ)ના વિશિષ્ટ વૈજ્ઞાનિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ (ઊઈજ)ના મહાનિદેશક ડો. બી. કે. દાસે ’ભારતની રક્ષા તૈયારીઓ અને વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા’ વિષય પર સંબોધન આપ્યું હતું. તેમણે સ્વદેશી રક્ષા ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, સંશોધન ઇકોસિસ્ટમ અને ઝડપથી બદલાતા વૈશ્વિક સુરક્ષા વાતાવરણમાં આત્મનિર્ભરતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
બીજો દિવસ : સુરક્ષા, મીડિયા, ટેકનોલોજી અને સિનેમા
બીજા દિવસની શરૂઆત ‘સિનેમા અને ભારત2047’ સત્રથી થઈ હતી, જેમાં અભિનેતા પ્રતીક ગાંધી અને ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેને ભાગ લીધો હતો. જેનું સંચાલન વરિષ્ઠ પત્રકાર સૌરભ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સત્રમાં મેજર જનરલ શશી અસ્થાના અને વાઈસ એડમિરલ શેખર સિન્હાએ સમકાલીન સુરક્ષા પડકારો અને ભારતની વ્યૂહાત્મક દિશા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સત્રનું સંચાલન નીતિ સલાહકાર દિવ્યાંશ કાલાએ કર્યું હતું. સાયબર ક્રાઈમ અને ફોરેન્સિક વિજ્ઞાન વિષય પર સત્ર યોજાયુ હતું. બપોર પછી ‘મીડિયા અને જાહેર વિમર્શ’ સત્રમાં ડો. શિપ્રા માથુર, અર્ચના તિવારી, ઉત્પલ કુમાર અને પ્રખર શ્રીવાસ્તવ સહિત વરિષ્ઠ પત્રકારો અને સંપાદકોએ ભાગ લીધો હતો. આ સત્રનું સંચાલન નિશાંત આઝાદે કર્યું હતું. દિવસના ઉત્તરાર્ધમાં ‘ધર્મ અને જેન ઝી’ (ૠયક્ષ ણ) સત્રમાં સ્વામી નરસિંહાનંદ, દુષ્યંત શ્રીધર અને ઇતિહાસકાર અભિજીત ચાવડા સામેલ થયા હતા. આ સત્રના સંયોજક આધ્યાત્મિક પત્રકાર ઈલા ગોસ્વામી હતા. દિવસનું મુખ્ય સાંસ્કૃતિક આકર્ષણ નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ રહ્યું હતું, જેનું નિર્દેશન મનોજ શાહે કર્યું હતું અને અભિનય પ્રતીક ગાંધીએ કર્યો હતો.
ત્રીજો દિવસ: રાજનીતિ, શિક્ષણ અને સભ્યતાગત સાતત્યતા
સુરત લિટરેચર ફેસ્ટિવલમાં આ મહોત્સવમાં ’ભારત2047’ની ખ્યાલ પર આધારિત સત્રોની શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારે લિટરેચર ફેસ્ટિવલના અંતિમ અને ત્રીજા દિવસનું મુખ્ય ધ્યાન ભારતના લાંબાગાળાના ભવિષ્ય જેમ કે રાજનીતિ, શિક્ષણ અને સભ્યતાગત સાતત્યતા સાથે જોડાયેલા વિષયો પર રહ્યું હતું. જેમાં મહિલા શક્તિ 2047, રાજનીતિ 2047, છજજ100, શિક્ષણ અને ભારત 2047 તથા ભારત: અતીત, વર્તમાન અને ભવિષ્ય જેવા સત્રોમાં રાજકીય વિશ્લેષકો, શિક્ષણવિદો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. આ ઉપરાંત ત્રીજા અને અંતિમ દિવસની શરૂઆત મોર્નિંગ રાગાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા શક્તિ 2047 સત્રમાં પ્રખ્યાત લેખિકા અને પત્રકાર મેઘના પંત, સાંસ્કૃતિક કાર્યકર અને સામાજિક ઓન્ટ્રપ્રનર મીનાક્ષી શરણ, યુવા આધ્યાત્મિક ઈન્ફ્લુએન્સર મીનાક્ષી સેહરાવત અને ધ રાજધર્મ સાથે જોડાયેલા પત્રકાર અર્ચના તિવારી ખાસ સામેલ થયા હતા. આ મહત્વના સત્રનું સંચાલન ઈલા ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારપછી રાજનીતિ2047 સત્રમાં પત્રકાર અને રાજકીય વ્યંગ્યકાર અજીત ભારતી તથા રાજકીય વિશ્લેષક એલો પાલે ભારતીય રાજનીતિના ભવિષ્ય પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ છજજ100 સત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામ લાલજીએ ભાગ લીધો હતો. આ સત્રનું સંચાલન
ડો. ભાગ્યેશ ઝા દ્વારા કરવામાં આવ્યુ હતું. શિક્ષણ અને ભારત 2047 સત્રમાં ઞૠઈના પૂર્વ અધ્યક્ષ અને ઈંઈંઝ દિલ્હીના પ્રોફેસર પ્રો. એમ. જગદીશ કુમારે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સત્રના સંયોજક ઓન્ટ્રપ્રનર ડ્રમ્મી ભટ્ટ રહ્યા હતા.
સમાપન બૌદ્ધિક સત્ર ભારત
અતીત, વર્તમાન અને ભવિષ્યમાં ભારત સરકારના મીડિયા સલાહકાર અને ઇન્ડિયા ટુડેના પૂર્વ સંપાદક ડો. દિલીપ મંડલે ભારતની સભ્યતાગત યાત્રા અને સમકાલીન પડકારો પર મંતવ્યો રજૂ કર્યા હતા. સમાપન સમારોહમાં ટગજૠઞના કુલપતિ કે. એન. ચાવડા અને ડો. ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનું સમાપન રિધમ્સ ઓફ ઇન્ડિયા નામની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે થયું, જેમાં ભરતનાટ્યમ, યક્ષગાન, કલારીપયટટુ, ઓડિસી અને તમાશા સહિત દેશના વિવિધ ભાગોની લોક અને શાસ્ત્રીય પરંપરાઓની ઝલક જોવા મળી હતી.



