IFCCOએ રૂ.265નો ભાવ વધારો ઝીંક્યો?
ખાસ-ખબર સંવાદદાતા
એક બાજુ રાજ્યમાં કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસ તેમજ ખાદ્યતેલના ભાવથી તો જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. ત્યાં તો વધુ એક બોજો જનતા પર નાખવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના સતત 13 દિવસથી વધતા જતા ભાવ વચ્ચે હવે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે IFCCO એ ખાતરની બેગમાં 265 રૂપિયાનો વધારો કર્યો છે.
IFCCO ખાતરમાં ભાવ વધારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, IFCCO NPK 10/26/26નો નવો ભાવ 1,440 થયો છે જે પહેલાં 1,175 રૂપિયા હતો. તો વળી IFCCO 12/32/16નો નવો ભાવ 1,450 રૂપિયા થયો છે. આ ખાતરનો જૂનો ભાવ 1,185 થયો છે. એક તરફ સરકાર ખાતરના ભાવમાં વધારો ન કરવાની વાતો કરે છે તો બીજી તરફ IFCCO દ્વારા ખાતરના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ આ અંગે અસમંજસની સ્થિતિ સર્જાતા દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરતાં જાણે સરકાર અને ઈફ્કો કંપની આમને-સામને આવી ગયા હોય તેવો તાલ સર્જાયો છે.”ખાતરમાં કોઈ ભાવ વધારો નથી થયો” ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી
- Advertisement -
ખાતરમાં ભાવવધારા મામલે દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘ખાતરમાં કોઈ જ ભાવ વધારો નથી કરાયો. જેથી જો ક્યાંય પણ ખાતર મોંઘુ મળે તો ખેડૂત સરકારનો સંપર્ક કરે. ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ સર્જાઇ હતી. એવામાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ‘કોઈ પણ જાતનો ભાવ વધારો નથી કરવામાં આવ્યો.’ સંઘાણીએ જણાવ્યું કે, ફર્ટિલાઇઝરમાં કોઈ જ ભાવ વધારો કરવામાં નથી આવ્યો. યુરિયા ખાતરનો ભાવ એનો એ જ રાખવામાં આવ્યો છે પરંતુ સબસિડી વધારવામાં આવી છે. DAP માં 1200 રૂપિયાની સબસિડી વધારીને 1600 કરી છે અને એમાં પણ કોઈ જ ભાવ વધારો નથી કરાયો.



