6,100 કિગ્રા વજન ધરાવતો કોમ્યુનિકેશન સેટેલાઇટ LVM3 પ્રક્ષેપણ ઇતિહાસમાં લો અર્થ ઓર્બિટ (LEO)માં મૂકવામાં આવનાર સૌથી ભારે પેલોડ હશે, ISROએ જણાવ્યું હતું.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે ઈતિહાસ રચી દીધો છે. બુધવારે સવારે 8:54 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિશકેશન સેટેલાઇટ છે.
- Advertisement -
હવે સ્પેસમાંથી મળશે સીધું ઈન્ટરનેટ
ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 ની મદદથી અમેરિકન કંપની AST સ્પેસમોબાઈલના બ્લૂબર્ડ બ્લૉક-2 કમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6) છે. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) અને AST સ્પેસ મોબાઈલ વચ્ચે સમજૂતી હેઠળ કરાયું છે. આ મિશન હેઠળ લૉ અર્થ ઓર્બિટ (LEO) માં દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઈટ તરતું મૂકાશે જે સામાન્ય સ્માર્ટફોનને સીધા સ્પેસમાંથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પૂરું પાડશે.
બ્લૂબર્ડ બ્લોક-2 સેટેલાઈટની વિશેષતાઓ
- Advertisement -
બ્લૂબર્ડ બ્લોક-2 એ AST સ્પેસમોબાઈલની આગામી પેઢીની કમ્યુનિકેશન સેટેલાઈટ શ્રેણીનો એક ભાગ છે. આ સેટેલાઈટ વિશ્વભરના એવા વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવી છે જ્યાં ગ્રાઉન્ડ નેટવર્ક પહોંચી શકતું નથી. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
વજન: આશરે 6100 થી 6500 કિલોગ્રામ (આ LVM3 દ્વારા ભારતીય ધરતી પરથી લોન્ચ કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ છે).
કદ: તેમાં 223 ચોરસ મીટર (આશરે 2,400 સ્ક્વેર ફીટ) નો ફેઝ્ડ એરે એન્ટેના લાગેલો છે, જે તેને લો અર્થ ઓર્બિટ (LEO) માં તૈનાત થનારો સૌથી મોટો કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઈટ બનાવે છે.
ક્ષમતા: તે 4G અને 5G નેટવર્ક સપોર્ટ કરે છે. તે સામાન્ય સ્માર્ટફોનને સીધા સ્પેસમાંથી હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ પ્રદાન કરશે.
સ્પીડ: પ્રતિ કવરેજ સેલ 120 Mbps સુધીની પીક ડેટા સ્પીડ, જે વોઈસ કોલ, વિડીયો કોલ, ટેક્સ્ટ, સ્ટ્રીમિંગ અને ડેટા સર્વિસિસને સપોર્ટ કરશે.
ઉદ્દેશ્ય: આ સેટેલાઈટ AST સ્પેસમોબાઈલના ગ્લોબલ કોન્સ્ટેલેશનનો ભાગ છે, જે વિશ્વભરમાં 24/7 કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. તેનાથી અંતરિયાળ વિસ્તારો, સમુદ્રો અને પર્વતોમાં પણ મોબાઈલ નેટવર્ક પહોંચશે.
અગાઉના સેટેલાઈટ્સ: કંપનીએ સપ્ટેમ્બર 2024 માં બ્લુબર્ડ 1-5 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા, જે અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં સતત ઇન્ટરનેટ કવરેજ પૂરું પાડી રહ્યા છે. બ્લોક-2 તેના કરતા 10 ગણી વધુ બેન્ડવિડ્થ ક્ષમતા ધરાવે છે.
આ સેટેલાઈટ આશરે 600 કિલોમીટરની ઊંચાઈવાળી લો અર્થ ઓર્બિટમાં તૈનાત કરવામાં આવશે.
LVM3 રોકેટની વિશેષતાઓ
LVM3 (લોન્ચ વ્હીકલ માર્ક-3), જેને પહેલા GSLV Mk-III કહેવામાં આવતું હતું, તે ઈસરો (ISRO) નું સૌથી શક્તિશાળી રોકેટ છે. તેને ઈસરોએ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવ્યું છે.
ઊંચાઈ: 43.5 મીટર
લિફ્ટ-ઓફ વજન: 640 ટન
સ્ટેજ: ત્રણ સ્ટેજવાળું રોકેટ
બે સોલિડ સ્ટ્રેપ-ઓન બૂસ્ટર (S200)
લિક્વિડ કોર સ્ટેજ (L110)
ક્રાયોજેનિક અપર સ્ટેજ (C25)
પેલોડ ક્ષમતા :
જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં: 4,200 કિલોગ્રામ સુધી.
લો અર્થ ઓર્બિટ (LEO) માં: 8,000 કિલોગ્રામ સુધી.
અગાઉના સફળ મિશન: LVM3 એ ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 અને બે વનવેબ મિશન (કુલ 72 સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. તેનું અગાઉનું મિશન LVM3-M5/CMS-03 હતું, જે 2 નવેમ્બર 2025 ના રોજ સફળ રહ્યું હતું.




