સાધુ વાસવાણી સ્કૂલની વિદ્યાર્થિનીઓએ જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું: હવે ઝોન કક્ષાએ કચ્છમાં દેખાડશે કૌશલ્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
રાજકોટના ત્રંબા સ્થિત પવિત્ર સ્વામીનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં તાજેતરમાં આયોજિત જિલ્લા કક્ષાના ‘ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2025’ માં રાજકોટની સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સની વિદ્યાર્થિનીઓએ પોતાની અદભૂત સંશોધન શક્તિનો પરિચય આપ્યો છે. આજના સમયની સૌથી ગંભીર વૈશ્વિક સમસ્યા એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલ માટે ધોરણ 11 (વિજ્ઞાન પ્રવાહ) ની તેજસ્વી વિદ્યાર્થિનીઓ ડાંગર જાનવી અને કાટેલિયા નાઝમીન દ્વારા વિકસાવવામાં આવેલો છય-ગઊઠ ઙહફતશિંભ પ્રોજેક્ટ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયો છે. આ સિદ્ધિ સાથે આ દીકરીઓએ સાબિત કરી દીધું છે કે વૈજ્ઞાનિક અભિગમ અને મક્કમ નિર્ધાર દ્વારા પૃથ્વીના જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે.
આ “છય-ગઊઠ ઙહફતશિંભ” પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે પ્લાસ્ટિકના કચરાને માત્ર એકઠો જ નથી કરતો, પરંતુ તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી પુન:ચક્રિત (છયભુભહય) કરીને અનેક ઉપયોગી વસ્તુઓમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણને હાનિ પહોંચાડતા પ્લાસ્ટિકનો અસરકારક રીતે પુન:ઉપયોગ શક્ય બન્યો છે. આ મોડેલ એટલું તર્કબદ્ધ અને વ્યવહારુ છે કે પ્રદર્શનની મુલાકાતે આવેલા વિષય નિષ્ણાતો અને અન્ય મુલાકાતીઓ માટે તે આકર્ષણ અને સંશોધનનું કેન્દ્ર બન્યું હતું. શાળાના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટની સફળતાની ગૂંજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંભળાઈ રહી છે અને વિદેશી વૈજ્ઞાનિકો પણ આ સંશોધન કાર્યમાં રસ દાખવી રહ્યા છે. આ ભવ્ય સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષક નિપુલકુમાર ચોટલિયાનું યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થિનીઓની અવિરત મહેનત રહેલી છે. પ્રયોગશાળામાં વિતાવેલા અસંખ્ય કલાકો અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાએ આ પ્રોજેક્ટને વિજેતા બનાવ્યો છે. જિલ્લા કક્ષાએ વિજયી લહેર લહેરાવ્યા બાદ હવે આ પ્રતિભાશાળી ટીમ રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે સજ્જ છે. તેઓ આગામી જાન્યુઆરી 2026 માં કચ્છ-ભુજ ખાતે યોજાનાર ઝોન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે.
શાળાના ટ્રસ્ટી મંડળ અને આચાર્યએ આ તકે હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાધુ વાસવાણી સ્કૂલ માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવા પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક જવાબદારી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા ભાવિ નાગરિકોનું ઘડતર કરી રહી છે. સમગ્ર શાળા પરિવારે જાનવી અને નાઝમીનને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી છે. આ દીકરીઓની સિદ્ધિએ રાજકોટ અને સમગ્ર ગુજરાતની સંશોધન ક્ષમતાને નવી ઓળખ અપાવી છે, જે આવનારા સમયમાં પ્લાસ્ટિક મુક્ત ભવિષ્યના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે.



