શહેરના વિવિધ વિસ્તારોમાં 45 જેટલી જર્જરીત ઈમારતો: પાલિકા તંત્ર એકશન લેશે કે નહી તે જોવું રહ્યું ??
મધરાતે બનાવ બનતા સદભાગ્યે જાનહાની ટળી: બનાવ દિવસે બન્યો હોત તો ચોક્કસ જાનહાનિ સર્જાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.6
વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર મધ્યરાત્રીએ જર્જરીત સાત માળ ની બિલ્ડીગ નો રોડ ઉપર નો પહેલા માળ નો રવેશ તુટી પડેલ હતો રાત્રી હોવાથી સદભાગ્યે કોઈ જાનહાની કે ઈજા થયેલ નથી. વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર સાત માળ ની રીધ્ધી સીધ્ધી કોમ્પલેક્ષ આવેલ છે તે જર્જરીત હોય આવી 45 જેટલી બિલ્ડીગો વેરાવળ માં આવેલ હોય તેના માટે અનેક લેખીત મૌખીક રજુઆતો કરેલ હોય સમાચારો પણ પ્રગટ થયેલ હોય તેમ છતા કોઈ કામગીરી થતી નથી મધ્યરાત્રીએ રોડ ઉપર આવેલ જયા સીટી બસ સ્ટેન્ડ છે અને રેડીમેન્ટ કાપડ ની દુકાનની ઉપર પહેલા માળ નો રવેશ ધડાકા ભેર તુટી પડેલ હતો રાત્રે આ બનાવ બનતા સદભાગ્યે કોઈને જાનહાની કે ઈજા થયેલ નથી સાતેક દિવસ પહેલા પણ તેની પાછળ ની ગલ્લી ખાનગી બેંક આવેલ છે તેને રવેશ પણ પડેલ હતો જીલ્લા કલેકટર,પ્રાંત અધિકારી, ચીફ ઓફીસર ની ભારે બેદરકારી ના લીધે આવી જર્જરીત બિલ્ડીગો કે મકાનો સામે કોઈ કાર્યવાહી થતી ખારવા વાડા માં એમ મકાન પડી જતા ત્રણ ના મૃત્યુ થયેલ હતા. ધમધમતા બસ સ્ટેન્ડ,પ્રકાશ કોમ્પલેક્ષ, સુભાષરોડ,સટા બજાર, બજરંગર રોડ,બંદર રોડ સહીત અનેક રોડ ઉપર 45 થી વધારે બિલ્ડીગ જર્જરીત છે તેમજ અનેક વિસ્તારોમાં 500 થી વધારે ત્રણ માળ સુધીના મકાનો છે તેની સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠેલ છે



