પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં પ્રજાકીય પરિયોજનાઓ અને સમસ્યાઓની ચર્ચા થઈ
શહેરી વિસ્તારના પરિયોજનાઓ અને પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી
- Advertisement -
શહેરી વિકાસયાત્રાને વધુ વેગ આપવા ભાવનગર ઝોન હેઠળના જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની પાલિકાઓની સંકલન બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.6
અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ડી. એન. સતાણીના અધ્યક્ષસ્થાને તા.05/12/2025ના રોજ શહેરી વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક વેરાવળ ખાતે મળી હતી. જેમાં ધારાસભ્યઓ તથા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખ, ચીફ ઓફિસર અને પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં નગરપાલિકાના વિવિધ પ્રશ્ર્નો અને વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે વર્ષ 2025ની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. રાજય સરકાર દ્વારા અર્નિંગ વેલ, લિવિંગ વેલ ના મંત્ર સાથે નાના મોટા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકાસવીને ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કરાયો છે. સરકાર શહેરી વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે ત્યારે વેરાવળ શહેરના આંગણે ધારાસભ્યશ્રી – તાલાલા, શ્રી ભગવાનભાઈ બારડ અને ધારાસભ્યશ્રી – કેશોદ, શ્રી દેવાભાઈ માલમ, કેશોદ, બાંટવા, માણાવદર, વિસાવદર, ચોરવાડ, માંગરોળ, વંથલી, જુનાગઢ, કોડીનાર, તલાલા, સુત્રાપાડા, ઊના નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, ટાઉન પ્લાનર, રિઝનલ ફાયર ઓફિસર, જી.યુ.ડી.સી. પ્રોજેક્ટ મેનેજર(પી.આઈ.યુ.) વગેરે હાજર રહી વિકાસ કામોની અને પ્રશ્ર્નોની ચર્ચા કરી હતી.
પદાધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ દ્વારા લોક સમસ્યાની રજૂઆત, જી.યુ.ડી.સી. દ્વારા અમલીકૃત કામોની પ્રગતિ વધારવા, કૂતરાઓનાં રસીકરણ અને ખસીકરણના ટેન્ડર કરવા, તાલાલા નગરપાલિકાની ગત સંકલન મિટિંગના પેન્ડિંગ પ્રશ્ર્નોનો નિકાલ કરવા, નગરપાલિકા વિસ્તારમાં આંગણવાડી બનાવવા, ટેન્ડર પ્રક્રિયા બાબત, નગરપાલિકાઓમાં વાહનો ફાળવવા, તમામ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને સમયમર્યાદામાં કામો પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરવા વગેરે પ્રશ્ર્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અધિક કલેક્ટર દ્વારા ધારાસભ્યને સમય મર્યાદામાં અને લોજીકલ જવાબ થાય તે સુનિશ્ર્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી અને ઉક્ત તમામ પ્રશ્ર્નોનો સમયસર નિકાલ કરવા અને લોકોને પડતી મુશ્ર્કેલીઓ દૂર કરવા સંબંધિતોને સૂચના આપી હતી.



